Home Stock Market Black Friday for Investors: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1092 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી...

Black Friday for Investors: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1092 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,550ની નીચે સરક્યો; ઓટો અને મેટલ શેરો ધોવાયા

0
432
Black Friday for Investors
Black Friday for Investors

Black Friday for Investors: બકરી ઈદની રજા બાદ આજે જ્યારે ભારતીય શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારો માટે શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતો હોવા છતાં, ભારતીય શેરબજારમાં આજે પ્રોફિટ બુકિંગ અને ભારે વેચવાલીના કારણે મોટો કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 1092 પોઈન્ટના પછડાટ સાથે 74,775 પર બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 359 પોઈન્ટ ગગડીને 23,557 ના સ્તરે આવી ગયો છે.

Black Friday for Investors

Black Friday for Investors: વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજાર કેમ તૂટ્યું?

ચોંકાવનારી વાત એ છે કે આજે એશિયન અને અમેરિકી બજારોમાં મજબૂત તેજી જોવા મળી હતી. જાપાનનો નિકેઈ ઈન્ડેક્સ 1203 પોઈન્ટ (1.86%) અને સાઉથ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.94% વધ્યો હતો. અમેરિકાના ત્રણેય મુખ્ય ઈન્ડેક્સ (ડાઉ જોન્સ, નેસ્ડેક અને S&P 500) પણ લીલા નિશાને બંધ થયા હતા. આમ છતાં, ભારતીય બજારમાં વિદેશી સંકેતોની કોઈ અસર થઈ નહીં અને ઓટો તથા મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

Black Friday for Investors

Black Friday for Investors: ગ્લોબલ માર્કેટની સ્થિતિ (એક નજરે):

ઇન્ડેક્સલેવલપોઈન્ટ ચેન્જટકાવારી ચેન્જ
નિકેઈ (જાપાન)65,897+1203+1.86%
કોસ્પી (સાઉથ કોરિયા)8,382+181+1.94%
નૅસ્ડૅક (અમેરિકા)26,917+243+0.91%

Black Friday for Investors: વિદેશી રોકાણકારોની સતત વેચવાલી

બજારના આ કડાકા પાછળ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FPI/FII) ની સતત થઈ રહેલી વેચવાલી પણ એક મોટું કારણ છે. તાજેતરના ડેટા અનુસાર, 27 મેના રોજ વિદેશી રોકાણકારોએ બજારમાંથી ₹1,043 કરોડ ના શેર વેચ્યા હતા. છેલ્લા 30 દિવસમાં FII દ્વારા કુલ ₹42,905 કરોડ ની જંગી વેચવાલી કરવામાં આવી છે, જેની સામે ઘરેલું રોકાણકારો (DII) એ ₹69,392 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આજે તે અપૂરતો સાબિત થયો.

Black Friday for Investors: રોકાણકારોમાં ફફડાટ

આ અગાઉ 27 મેના રોજ પણ સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75,868 પર બંધ થયો હતો, જેમાં બેંકિંગ શેરોમાં વેચવાલી હતી. પરંતુ આજે રજા પછી ખુલતાની સાથે જ બજારે મોટો ઘટાડો જોયો છે, જેનાથી રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વ્યાજખોરોના ત્રાસથી ‘હું દવા પીવું છું’ કહી યુવકનો આપઘાત: વીડિયો બનાવી ખોલ્યો 4 વ્યાજખોરોનો કાળો કારોબાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે