HomeGujaratMassive Fire In Rajkot: રાજકોટની સોની બજારમાં બોમ્બ બ્લાસ્ટ જેવા ધડાકા AC...

Massive Fire In Rajkot: રાજકોટની સોની બજારમાં બોમ્બ બ્લાસ્ટ જેવા ધડાકા AC કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ બાદ 2 ગેસ સિલિન્ડર ફાટ્યા, 1 KM દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Massive Fire In Rajkot: રાજકોટના જૂના શહેર વિસ્તારમાં આવેલી સોની બજારમાં ગત મોડી રાત્રે એક ભીષણ અને કાળજું કંપાવી દે તેવી આગની ઘટના સામે આવી છે. એસી (AC) કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થયા બાદ કારખાનામાં રાખેલા ગેસના સિલિન્ડરોમાં એકપછી એક પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આ ધડાકા એટલા ભયાનક હતા કે જાણે કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવતાં આખો વિસ્તાર ફફડી ઉઠ્યો હતો અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે તહેવારની રજા હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી છે.

Massive Fire In Rajkot: ‘દિયા ગોલ્ડ પોલિશિંગ’ કારખાનામાં સર્જાઈ દુર્ઘટના

Massive Fire In Rajkot

મળતી માહિતી મુજબ, સોની બજાર વિસ્તારમાં આવેલી દેરા શેરીમાં સ્થિત દિયા ગોલ્ડ પોલિશિંગ’ નામના સોનાના દાગીના પોલિશ કરવાના કારખાનામાં ૨૮ મેની મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આશરે ૧ કિલોમીટર દૂર સુધી આકાશમાં સ્પષ્ટ જોઈ શકાતા હતા.

Massive Fire In Rajkot: સાંકડી ગલીઓએ ફાયર બ્રિગેડની કસોટી કરી, ૩ કલાક ચાલ્યો મારો

Massive Fire In Rajkot

સોની બજાર જૂના રાજકોટમાં આવેલી હોવાથી તેની શેરીઓ અત્યંત સાંકડી છે. આ સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડના મોટા વાહનોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. જોકે, ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ અંદર પહોંચીને સતત ૩ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો અને વહેલી સવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન: ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અલગ-અલગ ટીમ, ‘એ’ ડિવિઝન પોલીસ કાફલો અને પીજીવીસીએલ (PGVCL)નો સ્ટાફ દોડી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવાયો હતો, જ્યારે પોલીસે સાંકડી ગલીઓમાં ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

Massive Fire In Rajkot:  ૩ માંથી ૨ સિલિન્ડર ફાટ્યા, ૧ ને ફાયર વિભાગે બચાવ્યો

Massive Fire In Rajkot

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કારખાનામાં સૌથી પહેલા એસીના કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થયું હતું. સોનાના ઘરેણાંના પોલિશિંગનું કામ થતું હોવાથી ત્યાં ગેસના ૩ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટની આગ સિલિન્ડર સુધી પહોંચતાં જ ૨ ગેસ સિલિન્ડર બોમ્બની જેમ બ્લાસ્ટ થઈ ગયા હતા. જોકે, ત્રીજા સિલિન્ડર સુધી આગ પહોંચે તે પહેલાં ફાયર વિભાગે સમયસૂચકતા વાપરીને તેને સળગતી આગમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધો હતો.

ઈદની રજા હોવાથી ટળી મોટી જાનહાનિ

ગઈકાલે ઈદનો તહેવાર હોવાના કારણે કારખાનામાં કોઈ કારીગર હાજર ન હતો. જો સામાન્ય દિવસ હોત તો આ ભયાનક દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકત. કારખાનું બંધ હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગ અને બ્લાસ્ટના કારણે કારખાનામાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગરમાં હૃદયદ્રાવક ઘટના ‘દીકરી અંદર ના આવતી, પાણીમાં ઝેર છે’, દરવાજે ચિઠ્ઠી ચોંટાડી યુવાને આપઘાત કર્યો; 5 દિવસ ઘરમાં પડી રહી લાશ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments