The Youngest Sixer King:IPLમાં વૈભવ સૂર્યવંશીનો હાહાકાર ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો ‘મહા-રેકોર્ડ’ તોડ્યો; રાજસ્થાન ક્વોલિફાયર-2માં

0
183
The Youngest Sixer King
The Youngest Sixer King

The Youngest Sixer King:આઈપીએલ (IPL) 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી કારમી હાર આપીને ક્વોલિફાયર-2માં પ્રવેશી લીધું છે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ સંપૂર્ણપણે રાજસ્થાનના માત્ર 15 વર્ષના યુવા સનસનાટીભર્યા ઓપનર વૈભવ સૂર્યવંશીના નામે રહી હતી. વૈભવે હૈદરાબાદના બોલરોની બેરહેમ ધોલાઈ કરતા માત્ર 23 બોલમાં 12 સિક્સરની મદદથી 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન વૈભવે યુનિવર્સ બોસ ક્રિસ ગેલ સહિત ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોના રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા હતા.

મેચ બાદ જ્યારે વૈભવને રેકોર્ડ્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખૂબ જ પરિપક્વતા સાથે જણાવ્યું કે, “મને આઉટ થયા પછી જ આ રેકોર્ડ વિશે ખબર પડી. તે સમયે મારું પૂરું ધ્યાન ફક્ત ટીમ માટે રન બનાવવા પર હતું. સદીઓ તો આગળ પણ બનતી રહેશે, પરંતુ અત્યારે અમારું લક્ષ્ય ટીમ માટે ટ્રોફી જીતવાનું છે.”

The Youngest Sixer King: મેચના ટોપ રેકોર્ડ્સ અને ઐતિહાસિક પળો:

1. વૈભવ સૂર્યવંશી બન્યો નવો સિક્સર કિંગ

The Youngest Sixer King

વૈભવે આ સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 65 સિક્સર ફટકારીને આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેલે વર્ષ 2012માં બેંગલુરુ (RCB) માટે રમતા 59 સિક્સ ફટકારી હતી. આ ઉપરાંત, વૈભવ એક જ આઈપીએલ ઇનિંગ્સમાં 10 કે તેથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં પણ 4 વખત આ સિદ્ધિ મેળવી ગેલની બરાબરી પર આવી ગયો છે.

2. 600+ રન બનાવનાર સૌથી યુવા બેટર

The Youngest Sixer King

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે આ સીઝનમાં પોતાના 600 રન પૂરા કર્યા છે (હાલમાં કુલ 680 રન). તે આઈપીએલ ઇતિહાસમાં એક સીઝનમાં 600+ રન બનાવનાર સૌથી યુવા બેટર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ રિષભ પંત (20 વર્ષ, વર્ષ 2018) ના નામે હતો. સાથે જ તે યશસ્વી જયસ્વાલ (625 રન, 2023) ને પાછળ છોડી આઈપીએલ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ પ્લેયર પણ બની ગયો છે.

3. સુરેશ રૈના અને ડેવિડ વોર્નરના રેકોર્ડ્સની બરાબરી

વૈભવે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારીને IPL પ્લેઑફમાં સૌથી ઝડપી ફિફ્ટીના સુરેશ રૈનાના (16 બોલ, વિરુદ્ધ પંજાબ, 2014) ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ તેની આઈપીએલમાં પાંચમી 20 કે તેથી ઓછા બોલવાળી ફિફ્ટી હતી. પાવરપ્લેમાં પણ આ તેનો પાંચમો 50+ સ્કોર હતો, જે ડેવિડ વોર્નર (6 વખત) પછી બીજા સ્થાને છે.

4. પાવરપ્લેનો નવો બાદશાહ

The Youngest Sixer King

હૈદરાબાદ સામે પાવરપ્લે દરમિયાન વૈભવે 23 બોલમાં 71 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં 8 સિક્સર સામેલ હતી. તે આઈપીએલની એક ઇનિંગ્સના પાવરપ્લે (પ્રથમ 6 ઓવર) માં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર બન્યો છે. તેણે સનથ જયસૂર્યા અને જોસ બટલર (7-7 સિક્સ) નો રેકોર્ડ તોડ્યો છે. આ સીઝનમાં પાવરપ્લેમાં તેના કુલ 490 રન થઈ ગયા છે, જે ડેવિડ વોર્નરના (467 રન, 2016) રેકોર્ડથી વધુ છે.

The Youngest Sixer King: મેચની હાઈલાઈટ્સ અને ટૉપ-3 મોમેન્ટ્સ:

  • પેટ કમિન્સની ઓવરમાં સતત 3 સિક્સર: મેચની ત્રીજી ઓવરમાં વૈભવે હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સના બોલ પર લોંગ-ઓન, થર્ડ મેન અને બોલરના માથા ઉપરથી સતત 3 આકાશી છગ્ગા ફટકારીને પોતાના તેવર બતાવ્યા હતા.
  • સતત બે સિક્સર સાથે પ્લેઑફની ફાસ્ટેસ્ટ ફિફ્ટી: ચોથી ઓવરમાં સાકિબ હુસૈનના સતત બે બોલ પર બે સિક્સર મારી વૈભવે માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
  • 97 રન પર આઉટ થતા સ્ટેડિયમમાં સન્નાટો: આઠમી ઓવરમાં પ્રફુલ હિંગેની ઓવરમાં એક સિક્સ અને બે ફોર ફટકાર્યા બાદ વૈભવ સદી તરફ વધી રહ્યો હતો, પરંતુ 97 રનના સ્કોર પર તે થર્ડ મેન પર કેચ આપી બેઠો હતો. તે આઉટ થતાં જ આખા સ્ટેડિયમમાં નિરાશા અને સન્નાટો છવાઈ ગયો હતો.

અન્ય મહત્વના આંકડા:

  • રાજસ્થાનનો રેકોર્ડ સ્કોર: રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે 243 રન બનાવ્યા, જે આઈપીએલ પ્લેઑફનો બીજો સૌથી મોટો સ્કોર છે અને રાજસ્થાનની ફ્રેન્ચાઈઝીનો અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ ટીમ સ્કોર છે.
  • અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ: હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા આ મેચમાં શૂન્ય (0) રને આઉટ થયો હતો. આ સાથે તે એક કેલેન્ડર વર્ષમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ 8 વખત શૂન્ય પર આઉટ થનારો ભારતીય બેટર બન્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં 500 કરોડની જમીનનો વિવાદ, નિવૃત્ત DySPની ધરપકડ વખતે પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા, ધક્કા મારી લોકઅપમાં પૂર્યા