Home State Gujarat Ahmedabad Airport on Ebola Alert: ઈબોલા વાઈરસનું સંકટ, અમદાવાદ એરપોર્ટે જાહેર કરી...

Ahmedabad Airport on Ebola Alert: ઈબોલા વાઈરસનું સંકટ, અમદાવાદ એરપોર્ટે જાહેર કરી કડક એડવાઈઝરી, ઈન્ટરનેશનલ મુસાફરો માટે ૫ નિયમોનું પાલન ફરજિયાત

0
326
Ahmedabad Airport on Ebola Alert
Ahmedabad Airport on Ebola Alert

Ahmedabad Airport on Ebola Alert: વિશ્વભરમાં ઈબોલા વાઈરસ (Ebola Disease)ના વધી રહેલા કેસો અને પબ્લિક હેલ્થ ઈમરજન્સી (PHEIC)ની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જનઆરોગ્યની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) દ્વારા તમામ એરલાઈન્સ અને અધિકારીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ દ્વારા અમદાવાદ આવતા તમામ પ્રવાસીઓ માટે તબીબી સુરક્ષાના કડક નિયમો લાગુ કરી દેવાયા છે.

એરપોર્ટ પર ઈબોલા વાઈરસના સંક્રમણને રોકવા માટે તાત્કાલિક અસરથી નીચે મુજબના ૫ મહત્વના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે:

Ahmedabad Airport on Ebola Alert

Ahmedabad Airport on Ebola Alert: ૧. તમામ મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત

DGCAની માર્ગદર્શિકા હેઠળ આવતી તમામ એરલાઈન્સે દરેક રૂટના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ (SDF) ફરજિયાત પણે ભરાવવાનું રહેશે. આ ફોર્મ દ્વારા પ્રવાસીની ટ્રાવેલ હિસ્ટ્રી અને સ્વાસ્થ્યની વિગતો મેળવી શકાશે.

૨. ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલાં જ થશે જાહેરાત

એરપોર્ટ પર ઉતરાણ બાદ ભીડભાડ ઓછી કરવા અને સંક્રમણનું જોખમ ઘટાડવા માટે, ફ્લાઈટ ભારતીય સરહદમાં લેન્ડ થાય તે પહેલાં જ પ્લેનની અંદર સ્વાસ્થ્યના નિયમો અને SDF ફોર્મ ભરવા અંગેની ઇન-ફ્લાઇટ અનાઉન્સમેન્ટ (In-flight announcements) પૂર્ણ કરી લેવાની રહેશે.

૩. એરપોર્ટ પર ૨૪ કલાક હેલ્થ વર્કર્સ તૈનાત

એરપોર્ટના અરાઈવલ (આગમન) એરિયામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ ૨૪ કલાક (24×7) ફરજ પર તૈનાત રહેશે. મુસાફરો કે સ્ટાફ પર ચેપનું કોઈ જોખમ ન ઊભું થાય તે માટે મેડિકલ સ્ક્રિનિંગ દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

૪. ‘એર સુવિધા’ પોર્ટલ ફરી શરૂ થવાના સંકેત

મુસાફરોની સુવિધા અને ડિજિટલ ટ્રેકિંગ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા આગામી દિવસોમાં કોરોના સમયગાળા જેવું ‘એર સુવિધા’ (Air Suvidha) પોર્ટલ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. જોકે, જ્યાં સુધી આ પોર્ટલ લાઈવ ન થાય ત્યાં સુધી મુસાફરોએ મેન્યુઅલી (કાગળ પર) ફોર્મ ભરવું પડશે.

૫. અન્ય એરલાઇન્સ માટે પણ કડક સ્ક્રીનિંગ

જે વિદેશી એરલાઇન્સ DGCAના નિયમિત દાયરામાં નથી આવતી, તેમણે પણ ફ્લાઇટના આગમન પહેલાં જ મુસાફરોના મેડિકલ ટ્રેસિંગ માટે SDF ફોર્મ એકત્રિત કરવા પડશે. ખાસ કરીને ઈબોલાનું હાઈ-રિસ્ક ધરાવતા દેશોમાંથી આવતા કેટેગરી-૧, ૨ અને ૩ના મુસાફરો પર વિશેષ નજર રખાશે.

Ahmedabad Airport on Ebola Alert: શું છે ઇબોલા વાઇરસ અને તેના મુખ્ય લક્ષણો?

ઇબોલા એ ઓર્થોઇબોલા વાઇરસ પરિવારનો એક અત્યંત ઘાતક અને જીવલેણ ‘જૂનોટિક’ ચેપ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે.

  • શરૂઆતના લક્ષણો: તીવ્ર તાવ આવવો, શરીરમાં અસહ્ય નબળાઈ અને થાક લાગવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ તેમજ સ્નાયુઓ-સાંધાનો દુખાવો.
  • ગંભીર લક્ષણો: સ્થિતિ બગડતા દર્દીને ઉલટી અને ડાયરિયા (ઝાડા) થાય છે. આ બીમારીનું સૌથી ખતરનાક લક્ષણ એ છે કે દર્દીના શરીરના આંતરિક અને બાહ્ય અંગો (જેમ કે નાક, કાન કે આંખ) માંથી કોઈ પણ કારણ વગર લોહી વહેવા લાગે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં ‘લવગુરુ સ્કેમ’નો મોટો પર્દાફાશ, ઇન્સ્ટાગ્રામ પર કિન્નર બની મહિલાઓનું લાઈવ રેકોર્ડિંગ કરતો બીજો આરોપી ઝડપાયો, ₹૬૦ લાખ પડાવ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે