RajyaSabha Elections 2026: ગુજરાત સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર, 18 જૂને મતદાન અને પરિણામ

0
131
RajyaSabha Elections 2026
RajyaSabha Elections 2026

RajyaSabha Elections 2026:દેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી પડી રહેલી રાજ્યસભાની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું (નોટિફિકેશન) બહાર પાડી દીધું છે. આ તમામ બેઠકો માટે આગામી 18 જૂન, 2026ના રોજ મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ ગુજરાત સહિત તમામ સંબંધિત રાજ્યોમાં રાજકીય પક્ષોએ પોતાની વ્યુહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.

RajyaSabha Elections 2026: ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ

RajyaSabha Elections 2026

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  • ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન, 2026
  • ફોર્મની ચકાસણી (સ્ક્રુટિની): 9 જૂન, 2026
  • નામ પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન, 2026
  • મતદાનની તારીખ અને સમય: 18 જૂન, 2026 (સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી)
  • મતગણતરી: 18 જૂન, 2026 (સાંજે 5:00 વાગ્યાથી શરૂ)

RajyaSabha Elections 2026: કયા રાજ્યમાં કેટલી બેઠકો પર રસાકસી?

જે સભ્યોનો કાર્યકાળ 21 જૂનથી 19 જુલાઈ, 2026 વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે, તેમની બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. કુલ 10 રાજ્યોની બેઠકોની વહેંચણી આ પ્રમાણે છે:

  • ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક: 4-4 બેઠકો (સૌથી વધુ)
  • મધ્યપ્રદેશ અને રાજસ્થાન: 3-3 બેઠકો
  • ઝારખંડ: 2 બેઠકો
  • મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ: 1-1 બેઠક

RajyaSabha Elections 2026: ગુજરાતના આ ચાર દિગ્ગજો થશે નિવૃત્ત

ગુજરાતની ચાર બેઠકો પર વર્તમાન સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોવાથી અહીં પણ ચૂંટણી યોજાશે. નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં ભાજપના રામ મોકરીયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે આ ચાર બેઠકો પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેશે.

રાષ્ટ્રીય સ્તરના કયા મોટા ચહેરા નિવૃત્ત થઈ રહ્યા છે?

દેશના રાજકારણના ઘણા મોટા ચહેરાઓ આ વખતે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં:

  • મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ અધ્યક્ષ)
  • એચ. ડી. દેવગૌડા (પૂર્વ વડાપ્રધાન)
  • દિગ્વિજય સિંહ (મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા)
  • રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયન (કેન્દ્રીય મંત્રીઓ)

ચૂંટણી પંચની આ જાહેરાત બાદ દસ રાજ્યોની વિધાનસભામાં સંખ્યાબળના આધારે પક્ષો પોતાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આંતરિક બેઠકોનો દોર શરૂ કરી ચૂક્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:  અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિકજામથી મુક્તિનો માસ્ટર પ્લાન, સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી!