Shocking Theft: અમદાવાદના અખબારનગરમાં NRI દંપતીના ઘરે લાખોની ચોરી, ઘરકામ કરતી મહિલા શંકાના દાયરામાં

0
100
Shocking Theft
Shocking Theft

Shocking Theft: અમદાવાદ શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકા સ્થાયી થયેલા એક NRI દંપતીના બંધ મકાનમાંથી આશરે રૂપિયા 21 લાખના સોનાના દાગીના ચોરાઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Shocking Theft

Shocking Theft: અમેરિકા પરત ફરતી વખતે થયો ચોરીનો અહેસાસ

મળતી માહિતી મુજબ, અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા દેવાંગભાઈ ભટ્ટ અને તેમના પત્ની પ્રીતિબેન અવારનવાર અમદાવાદ આવતા હોય છે. ગત વર્ષે જુલાઈમાં જ્યારે તેઓ ભારત આવ્યા હતા, ત્યારે તેમણે બેંકના લોકરમાંથી દાગીના કાઢી ઘરની સેફમાં સુરક્ષિત રાખ્યા હતા.

ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગત 16 એપ્રિલે પ્રીતિબેન અમેરિકા જવા માટે સામાનનું પેકિંગ કરી રહ્યા હતા. કબાટ ખોલતા જ તેમને જણાયું કે દાગીના ગાયબ છે. તે દિવસે જ તેમની ફ્લાઈટ હોવાથી તેઓ તાત્કાલિક ફરિયાદ નોંધાવી શક્યા નહોતા, પરંતુ વાડજ પોલીસને લેખિત અરજી આપીને અમેરિકા રવાના થયા હતા. હાલમાં જ ભારત પરત ફર્યા બાદ, ઘરની સંપૂર્ણ તપાસ છતાં દાગીના ન મળતા તેમણે સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધાવી છે.

Shocking Theft: ઘરકામ કરતી મહિલા પર શંકાની સોય

પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દંપતી જ્યારે પણ ભારત આવે ત્યારે ઘરની સાફ-સફાઈ માટે પાયલ પરમાર નામની મહિલાને કામે રાખતા હતા. મહત્વની વાત એ છે કે, ઘરમાં કોઈ પણ પ્રકારના તાળાં તૂટ્યા નથી, જે સૂચવે છે કે આ ચોરીમાં કોઈ પરિચિત વ્યક્તિ અથવા કબાટની ચાવી કે લોકરની જાણકારી ધરાવતી વ્યક્તિનો હાથ હોઈ શકે છે. પોલીસ હવે આ દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે.

Shocking Theft: પોલીસ માટે માથાનો દુખાવો બની પ્રોફેશનલ ગેંગ

અખબારનગરમાં થયેલી આ ચોરીએ પોલીસની ચિંતામાં વધારો કર્યો છે. આ ઘટનાની આસપાસ જ નારણપુરા અને શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ ઘરફોડ ચોરીના બનાવો નોંધાયા છે. આ તમામ વિસ્તારો 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા હોવાથી, પોલીસને આશંકા છે કે કોઈ પ્રોફેશનલ ચોર ગેંગ આ વિસ્તારમાં સક્રિય છે. વાડજ અને નારણપુરા પોલીસ માટે આ ગેંગને પકડવી હવે પડકારરૂપ બની છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો ઇટાલી સાથે ₹1.3 લાખ કરોડનો વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ભાગીદારી