IndiGo Flight Nightmare: ઇન્ડિગો ફ્લાઇટમાં ‘અંધારપટ’ અને અસહ્ય ગરમી વડોદરા-દિલ્હી ફ્લાઇટનું AC-લાઇટો ગુલ થતા મુસાફરો ગૂંગળાયા

0
103
IndiGo Flight Nightmare
IndiGo Flight Nightmare

IndiGo Flight Nightmare: વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી સર્જાવાને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એરપોર્ટ પર ઉભેલી ફ્લાઇટમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં એર કન્ડિશનર (AC) અને લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે પેક ફ્લાઇટની અંદર અંધારપટ છવાઈ જતાં મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા.

IndiGo Flight Nightmare: 25 મિનિટ સુધી મુસાફરો ફ્લાઇટની અંદર જ ફસાયા

IndiGo Flight Nightmare

મળતી માહિતી મુજબ, આ ઘટના વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E657માં ઘટી હતી. ફ્લાઇટમાં સવાર મુસાફરો રાત્રે 08:50 વાગ્યાથી લઈને 09:15 વાગ્યા સુધી (આશરે 25 મિનિટ) પેક કેબિનની અંદર જ ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય ગરમી અને ઉકળાટ થવાના કારણે વ્યાકુળ બનેલા મુસાફરો પોતાનો જીવ બચાવવા અને ગરમીથી રાહત મેળવવા હાથમાં રહેલા પૂંઠા, ઓફિસ ફાઇલ અને ન્યૂઝપેપર વડે પવન નાખતા નજરે પડ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

IndiGo Flight Nightmare: કેમ સર્જાઈ આવી સ્થિતિ? શું છે કારણ?

IndiGo Flight Nightmare

એરપોર્ટના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટનું જીપીયુ (Ground Power Unit) કોઈ ટેકનિકલ કારણોસર અચાનક બંધ થઈ ગયું હતું, જેના લીધે આ આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

IndiGo Flight Nightmare

GPUનું કાર્ય શું છે? > જ્યારે વિમાન રનવે કે ટર્મિનલ પર જમીન પર સ્થિર ઉભું હોય છે, ત્યારે તેના મુખ્ય એન્જિનો ઇંધણ બચાવવા માટે બંધ રાખવામાં આવે છે. એન્જિન બંધ હોવા છતાં વિમાનની અંદરની મહત્વની સિસ્ટમ્સ જેવી કે કોકપિટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેબિન લાઇટિંગ અને એર કન્ડિશનિંગ (AC) ચાલુ રાખવા માટે જરૂરી પાવર સપ્લાય પૂરો પાડવાનું મુખ્ય કામ આ ‘ગ્રાઉન્ડ પાવર યુનિટ’ (GPU) દ્વારા જ કરવામાં આવે છે.

IndiGo Flight Nightmare: ટેકનિકલ ટીમે પાવર પૂર્વવત કરતાં મુસાફરોએ લીધો હાશકારો

IndiGo Flight Nightmare

ફ્લાઇટમાં પાવર ગુલ થવાની ઘટના બનતાની સાથે જ એરલાઇન્સના કુશળ ટેકનિશિયનોની ટીમ તાત્કાલિક ધોરણે કામે લાગી ગઈ હતી. યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરી બાદ આશરે 25 મિનિટમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટમાં ફરીથી લાઈટો અને એસી શરૂ થતાં જ હાલાકી ભોગવી રહેલા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ત્યારબાદ ફ્લાઇટ સુરક્ષિત રીતે દિલ્હી જવા રવાના થઈ હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર 74 કરોડના ખર્ચે બનેલો ‘સાંઢિયાપુલ’ તૈયાર, ટૂંક સમયમાં થશે લોકાર્પણ