Ahmedabad Crime: અમદાવાદમાં મેગા રેડ, ઓઢવમાંથી જાણીતી બ્રાન્ડના નકલી પાન મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

0
142
Ahmedabad Crime
Ahmedabad Crime

Ahmedabad Crime: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે ડુપ્લિકેટ પાન મસાલા માર્કેટમાં વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સિટી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ઓઢવ વિસ્તારમાં આવેલા એક એસ્ટેટમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા નકલી પાન મસાલાના કારખાનાને ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાની મશીનરી અને કાચો માલ જપ્ત કરીને એક શખસની રંગેહાથ ધરપકડ કરી છે.

Ahmedabad Crime

Ahmedabad Crime: કોપીરાઈટ ભંગની ફરિયાદ બાદ SOG એક્શનમાં

આ આખું નેટવર્ક કોપીરાઈટ ભંગ અને ડુપ્લિકેટ મેન્યુફેક્ચરિંગની ફરિયાદ બાદ સામે આવ્યું છે.

  • ઓથોરાઈઝ્ડ કંપનીના પ્રોપરાઈટર હિરેન પટેલે એસ.ઓ.જી. (SOG) માં લેખિત ફરિયાદ નોંધાવી હતી કે તેમની બ્રાન્ડના નામે માર્કેટમાં નકલી માલ સપ્લાય થઈ રહ્યો છે.
  • આ ચોક્કસ બાતમીના આધારે SOG ની ટીમે પૂરી તૈયારી સાથે ઓઢવના સેન્ટ્રલ વર્કશોપ રોડ પર આવેલા વિજય એસ્ટેટના એક શેડમાં ઓચિંતી રેડ પાડી હતી.

Ahmedabad Crime: કોઈપણ પરમિશન વગર ચાલતું હતું કારખાનું, ₹3.34 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે રેડ દરમિયાન ગોમતીપુરના રહેવાસી શબ્બીરઅલી સરાફતઅલી શેખ (ઉં.વ. 47) નામના શખસને ઝડપી લીધો છે. આરોપી કોઈપણ પ્રકારની કાયદેસરની પરમિશન કે લાયસન્સ વગર ઈલેક્ટ્રીક મશીનરી લગાવીને બ્રાન્ડેડ પાન મસાલાના ડુપ્લિકેટ પાઉચ પેક કરતો હતો.

Ahmedabad Crime: ઝડપાયેલો મુદ્દામાલ:

  • પેકિંગ કરવાનું હાઈટેક ઈલેક્ટ્રીક મશીન
  • બ્રાન્ડેડ કંપનીના લોગોવાળા પ્રિન્ટેડ પેપર રોલ અને ખાલી પાઉચ
  • નકલી પાન મસાલાના તૈયાર પેકેટ્સ
  • 10 કિલો સોપારીનો કાચો માલ અને બે મોબાઈલ ફોન
  • કુલ કિંમત: ₹3,34,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો.

સુરત, વડોદરા અને રાજસ્થાન સુધી જોડાયેલા હતા તાર

ઝડપાયેલા આરોપી શબ્બીરઅલીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નકલી પાન મસાલા માત્ર અમદાવાદ પૂરતા મર્યાદિત નહોતા. તે આ ડુપ્લિકેટ પડીકીઓ તૈયાર કરીને સુરત, વડોદરા અને છેક રાજસ્થાન સુધી સપ્લાય કરતો હતો. આ નેટવર્કમાં અન્ય કયા મોટા ડિસ્ટ્રિબ્યુટર્સ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર મેગા ડ્રગ બસ્ટ, બેંગકોકથી ટ્રોલી બેગમાં છુપાવીને લવાતો ₹6.5 કિલો ગાંજો ઝડપાયો, પહેલી જ વિદેશ યાત્રામાં યુવક બન્યો ‘ડ્રગ કેરિયર’