Stock Market Crash: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ અમંગળ સાબિત થયો છે. વૈશ્વિક તણાવ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સ્તરો તોડીને નીચે બંધ થયા છે.

Stock Market Crash: બજારની આજની સ્થિતિ
આજે એટલે કે 11 મેના રોજ કારોબારના અંતે બજારની સ્થિતિ નીચે મુજબ રહી હતી:
- સેન્સેક્સ: 1,313 પોઈન્ટના તોતિંગ ઘટાડા સાથે 76,015 પર બંધ થયો.
- નિફ્ટી: 360 પોઈન્ટ તૂટીને 23,815 ના સ્તરે બંધ રહ્યો.
- સૌથી વધુ અસર: આજે ખાસ કરીને ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

Stock Market Crash: બજાર ઘટવાના 3 મુખ્ય કારણો
બજારમાં આવેલા આ કડાકા પાછળ નિષ્ણાતો મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર માની રહ્યા છે:
- યુદ્ધનો ભય: ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકા.
- ક્રૂડ ઓઈલ: કાચા તેલના ભાવ વધવાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ વધશે, જે મોંઘવારીમાં વધારો કરી શકે છે.
- વૈશ્વિક અસર: એશિયન બજારોમાં જોવા મળેલી નરમાઈની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.
Stock Market Crash: વિદેશી રોકાણકારો (FII) ની મોટી વેચવાલી
છેલ્લા કેટલાક સમયથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે:
- છેલ્લા 7 દિવસમાં FII એ કુલ ₹13,908 કરોડ ના શેર વેચ્યા છે.
- છેલ્લા 30 દિવસમાં આ આંકડો ₹42,235 કરોડ પર પહોંચ્યો છે.
- તેની સામે સ્થાનિક રોકાણકારો (DII) એ છેલ્લા 30 દિવસમાં ₹36,474 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો છે.
એશિયન બજારોની સ્થિતિ
| ઇન્ડેક્સ | લેવલ | ફેરફાર (પોઈન્ટ) | ટકાવારી |
| કોસ્પી (સાઉથ કોરિયા) | 7822 | +324 | +4.32% |
| નિકેઈ (જાપાન) | 62418 | -296 | -0.47% |
| હેંગસેંગ (હોંગકોંગ) | 26407 | -13 | -0.05% |
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




