Home Desh Himanta Biswa Sarma: આસામના ‘રાજકીય ચાણક્ય’ હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે રાજ્યની...

Himanta Biswa Sarma: આસામના ‘રાજકીય ચાણક્ય’ હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે રાજ્યની લગામ, 12 મેના રોજ શપથગ્રહણ

0
218
Himanta Biswa Sarma
Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: આસામના આગામી મુખ્યમંત્રી પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમામ અટકળો પર આજે પૂર્ણવિરામ મુકાયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં હિમંતા બિસ્વા સરમાને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી છે, જેની સાથે જ સરમા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: શપથવિધિની વિગતો

હિમંતા બિસ્વા સરમા 12 મે 2026ના રોજ સવારે 11:00 વાગ્યે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને NDAના અન્ય દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી પ્રબળ શક્યતા છે.

Himanta Biswa Sarma: હાઈકમાન્ડનો અતૂટ વિશ્વાસ

ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર હિમંતા બિસ્વા સરમાની વહીવટી કુશળતા અને મજબૂત નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે. પૂર્વોત્તર ભારતમાં ભાજપના સૌથી કદાવર નેતા ગણાતા સરમાએ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના વિકાસ અને સંગઠનને જે ગતિ આપી છે, તેનું જ આ પરિણામ છે.

Himanta Biswa Sarma: હિમંતા બિસ્વા સરમા: એક નજર રાજકીય સફર પર

હિમંતા બિસ્વા સરમાની રાજકીય સફર સંઘર્ષ અને વ્યૂહરચનાથી ભરેલી રહી છે. તેમની કારકિર્દીના મુખ્ય પડાવો નીચે મુજબ છે:

  • શરૂઆત (1990-2001): કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI થી રાજકારણમાં પ્રવેશ. હિતેશ્વર સૈકિયાના માર્ગદર્શન હેઠળ યુવા નેતા તરીકે ઉભરી આવ્યા.
  • અજેય ધારાસભ્ય (2001): ગુવાહાટીની જલુકબારી બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા. ત્યારથી આજ સુધી તેઓ આ બેઠક પર ક્યારેય હાર્યા નથી.
  • મંત્રી તરીકેનો અનુભવ (2002-2014): કોંગ્રેસ શાસનમાં કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના વિભાગો સંભાળ્યા.
  • ભાજપમાં પ્રવેશ (2015): તત્કાલીન CM તરુણ ગોગોઈ સાથેના મતભેદો બાદ ઓગસ્ટ 2015માં ભાજપમાં જોડાયા. આ એક એવો વળાંક હતો જેણે આખા પૂર્વોત્તર ભારતનું રાજકારણ બદલી નાખ્યું.
  • સત્તાના સૂત્રધાર (2016): આસામમાં ભાજપની પ્રથમ સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી અને NEDA ના કન્વીનર તરીકે પૂર્વોત્તરમાં કેસરીયો લહેરાવ્યો.
  • મુખ્યમંત્રી તરીકેની પ્રથમ ટર્મ (2021): 10 મે 2021ના રોજ આસામના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • ઐતિહાસિક બીજી ટર્મ (2026): પોતાની વહીવટી ક્ષમતાના જોરે હવે 12 મેના રોજ ફરી સત્તાના સિંહાસન પર બિરાજશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સાસરિયાના ત્રાસે લીધો પરિણીતાનો ભોગ; લગ્નના ગણતરીના મહિનામાં જ વેજલપુરની દીકરીએ પિયરમાં ટૂંકાવ્યું જીવન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે