Home State Gujarat PM’s Expected Jamnagar Visit: વડાપ્રધાનના સંભવિત જામનગર પ્રવાસને લઈ મનપા એક્શનમાં, એરપોર્ટથી...

PM’s Expected Jamnagar Visit: વડાપ્રધાનના સંભવિત જામનગર પ્રવાસને લઈ મનપા એક્શનમાં, એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબાણ હટાવવાની મેગા ઝુંબેશ

0
266
PM's Expected Jamnagar Visit
PM's Expected Jamnagar Visit

PM’s Expected Jamnagar Visit: દેશના વડાપ્રધાન આગામી ૧૦ અને ૧૧મી તારીખે ગુજરાત પ્રવાસે આવે તેવી પ્રબળ સંભાવનાઓ વચ્ચે ‘છોટા કાશી’ ગણાતા જામનગર શહેરમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. વડાપ્રધાન પોતાના પ્રવાસ દરમિયાન જામનગરના લાલબંગ્લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરે તેવી શક્યતાઓ હોવાથી, જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

PM's Expected Jamnagar Visit

PM’s Expected Jamnagar Visit: એસ્ટેટ વિભાગની બે સ્પેશિયલ ટીમો મેદાનમાં

પીએમના હાઈપ્રોફાઈલ પ્રવાસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની જુદી જુદી બે વિશેષ ટુકડીઓને ખાસ સૂચનાઓ સાથે મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા વડાપ્રધાનના સંભવિત કોન્વોય (કાફલા)ના રૂટ પરથી તમામ પ્રકારના નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

PM’s Expected Jamnagar Visit: કયા રૂટ પર તંત્રની નજર છે?

  • જામનગર એરપોર્ટથી લાલબંગ્લા સર્કિટ હાઉસ સુધીનો માર્ગ.
  • એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધીનો વીઆઈપી (VIP) માર્ગ.

PM’s Expected Jamnagar Visit: લારી-ગલ્લા ધારકોને અલ્ટીમેટમ, હોર્ડિંગ્સ પણ હટાવાશે

મનપાની ટીમ દ્વારા આ બંને મહત્વના રૂટ પર રસ્તા કિનારે ઊભી રહેતી રેકડી-પથારા, લારીઓ તેમજ અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે વેપારીઓ અને રેકડીધારકોને મૌખિક સૂચનાઓ (અલ્ટીમેટમ) આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન સુરક્ષામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે માર્ગો પર લાગેલા મોટા હોર્ડિંગ્સ, બેનર્સ અને બિનઅધિકૃત બોર્ડ્સને પણ દૂર કરવાની તજવીજ શરૂ કરાઈ છે.

PM’s Expected Jamnagar Visit: આગામી 5 દિવસ ચાલશે વિશેષ સફાઈ અને મોનિટરિંગ

મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દબાણ હટાવવાની સાથે-સાથે આવતીકાલથી આગામી પાંચ દિવસ સુધી આ બંને મુખ્ય રૂટ પર વિશેષ સફાઈ અભિયાન (Mega Cleanliness Drive) પણ ચલાવવામાં આવશે. રસ્તાઓ એકદમ ચકાચક અને દબાણમુક્ત રહે તે માટે એસ્ટેટ અને સિક્યોરિટી વિભાગની ટીમો સતત રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલીંગ અને દેખરેખ રાખશે.

વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે જામનગર મનપા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કમર કસી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના, ધોરણ-12માં અપેક્ષા કરતાં ઓછા ટકા આવતા નારોલની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે