GSEB Class 12 Results Declared: ગુજરાત બોર્ડ ધોરણ-12નું પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ મેળવી સફળતા, મોરબી જિલ્લો રાજ્યમાં મોખરે

0
175
GSEB Class 12 Results Declared
GSEB Class 12 Results Declared

GSEB Class 12 Results Declared: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બંને પ્રવાહમાં વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો છે, જેના કારણે રાજ્યભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

GSEB Class 12 Results Declared: પરિણામના મુખ્ય અંશો:

GSEB Class 12 Results Declared
  • વિજ્ઞાન પ્રવાહ (Science): આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33% નોંધાયું છે. જેમાં 1,18,256 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને 93 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.
  • સામાન્ય પ્રવાહ (General Stream): સામાન્ય પ્રવાહનું પરિણામ ખૂબ જ ઊંચું એટલે કે 92.71% રહ્યું છે. આ પ્રવાહમાં પણ દીકરીઓએ મેદાન માર્યું છે.
  • કુલ વિદ્યાર્થીઓ: આ વર્ષે રાજ્યના 156 કેન્દ્રો પર કુલ 6.20 લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

GSEB Class 12 Results Declared: જિલ્લાવાર દેખાવ:

12 સાયન્સમાં વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું

વિગતફેબ્રુ-માર્ચ 2025ફેબ્રુ-માર્ચ 2026
નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી83.51%84.33%
રિપીટરનું રિઝલ્ટ25.42%24.39%
નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ83.79%84.04%
નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ83.20%84.65%
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર96.60% (ગોંડલ)98.62% (કુંભારિયા)
ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર54.48% (દાહોદ)42.98% (લીમડી-દાહોદ)
વધુ પરિણામ ધરાવતો જિલ્લો92.91% (મોરબી)94.85% (મોરબી)
ઓછું પરિણામ ધરાવતો જિલ્લો59.15% (દાહોદ)57.44% (દાહોદ)
100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા194209
10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા3422
A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થી8311,576
A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થી8,08311,756
અંગ્રેજી માધ્યમનું રિઝલ્ટ83.49%85.13%
ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ83.77%84.32%
A ગ્રુપનું રિઝલ્ટ91.90%90.79%
B ગ્રુપનું રિઝલ્ટ78.74%79.87%
AB ગ્રુપનું રિઝલ્ટ73.68%69.44%

સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું સૌથી ઓછું પરિણામ

વિગતફેબ્રુ-માર્ચ-2025ફેબ્રુ-માર્ચ-2026
કુલ કેન્દ્રો516535
ઉપસ્થિત નિયમિત ઉમેદવારો ની સંખ્યા3,62,5064,35,102
નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી93.07%92.71%
રિપીટરનું રિઝલ્ટ45.36%63.02%
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર100.00% (સપ્રેડા,વાંગધ્રા,ચંદ્રાવા,છાલા,લીમ્બોદ્રા,મીઠાપુર)100.00% (તળાવ,કોટડા,કાંગવાઈ,પ્રાચીવાડા)
ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર52.56% (ખાવડા)64.88% (કારઠ)
વધુ પરિણામ ધરાવતો જિલ્લો97.20% (બનાસકાંઠા)97.88% (આહવા ડાંગ)
ઓછું પરિણામ ધરાવતો જિલ્લો87.77% (વડોદરા)87.10% (અમદાવાદ શહેર)
100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા20052030
10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા2113
નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ90.78%90.10%
નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ95.23%95.41%

પરિણામમાં જિલ્લાવાર આંકડા જોઈએ તો મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. કેન્દ્ર મુજબ જોઈએ તો કુંભારીયા કેન્દ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે આશ્ચર્યજનક રીતે અમદાવાદ શહેરનું પરિણામ નીચું જોવા મળ્યું છે.

વોટ્સએપ પર મેળવો તમારી માર્કશીટ (4 સ્ટેપ્સ):

બોર્ડ દ્વારા પરિણામ જોવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ નીચેના સ્ટેપ્સ દ્વારા વોટ્સએપ પર પરિણામ મેળવી શકે છે:

  1. બોર્ડનો સત્તાવાર વોટ્સએપ નંબર સેવ કરો.
  2. ચેટ બોક્સમાં જઈને ‘Hi’ લખીને મેસેજ કરો.
  3. તમારો 6 કે 7 આંકડાનો સીટ નંબર (Seat Number) ટાઈપ કરીને મોકલો.
  4. તમારી માર્કશીટ વોટ્સએપ પર જ જોવા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દક્ષિણ ભારતમાં મોટા ઉલટફેરના સંકેત, કેરળમાં કોંગ્રેસની આગેકૂચ અને તમિલનાડુમાં ‘થલપથી’ વિજયનો દબદબો