Home State Gujarat Ahmedabad PCB Raids: લક્ઝરી કારમાં વિદેશી શરાબ અને ચાની લારીમાં ‘દારૂનું નેટવર્ક’,...

Ahmedabad PCB Raids: લક્ઝરી કારમાં વિદેશી શરાબ અને ચાની લારીમાં ‘દારૂનું નેટવર્ક’, PCBએ લાખોનો મુદ્દામાલ ઝડપ્યો

0
294
Ahmedabad PCB Raids:
Ahmedabad PCB Raids:

Ahmedabad PCB Raids: અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પીસીબી (Prevention of Crime Branch) એ બે મોટા દરોડા પાડીને બૂટલેગરોની નવી તરકીબોનો પર્દાફાશ કર્યો છે. સોલા અને વટવા વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

Ahmedabad PCB Raids

Ahmedabad PCB Raids: 1. વૈષ્ણોદેવી બ્રિજ પાસે લક્ઝરી કારમાં રાજસ્થાનથી આવતો દારૂ પકડાયો

PCBની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી એક લક્ઝુરિયસ કારમાં દારૂનો જથ્થો અમદાવાદ ઘુસાડવામાં આવી રહ્યો છે. પોલીસે વૈષ્ણોદેવી બ્રિજથી નિરમા બ્રિજ તરફના રોડ પર ફિલ્ડિંગ ગોઠવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 407 બોટલો મળી આવી હતી.

  • ધરપકડ: આ મામલે કારમાં સવાર બે સગા ભાઈઓ દિલીપકુમાર ચૌહાણ અને સંજયકુમાર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.
  • કુલ મુદ્દામાલ: પોલીસે ₹3.26 લાખનો દારૂ અને લક્ઝરી કાર મળી કુલ ₹28.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Ahmedabad PCB Raids: 2. વટવામાં બંધ ચાની લારી બની દારૂનું ગોડાઉન

બીજી તરફ વટવા GIDC વિસ્તારમાં પોલીસે એક અનોખી તરકીબ પકડી પાડી છે. ટોરેન્ટ સબ સ્ટેશન પાસે આવેલી એક બંધ ચાની લારીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 627 બોટલો (કિંમત ₹2.55 લાખ) મળી આવી હતી. બૂટલેગરો પોલીસથી બચવા માટે બંધ લારીનો ઉપયોગ સ્ટોરેજ તરીકે કરતા હતા.

  • બૂટલેગર ફરાર: તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો લિસ્ટેડ બૂટલેગર ઉગ્રસેનસિંગ ઉર્ફે અજય રાજપુતનો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલા જ તે ફરાર થઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહી

PCBએ બંને કિસ્સામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વટવાના ફરાર બૂટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત બોર્ડના લાખો વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો અંત, ધો. 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે