Saurashtra-Kutch Election Results: સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. કુલ 2,773 બેઠકોમાંથી ભાજપે આશરે 80% બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જોકે, જૂનાગઢ અને જામનગરની કેટલીક બેઠકો પર વિપક્ષે ચોંકાવનારા પરિણામો આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
Saurashtra-Kutch Election Results: સૌરાષ્ટ્રનું આંકડાકીય ચિત્ર

મતગણતરીના અંતે ભાજપનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો છે:
- કુલ બેઠકો: 2,773
- ભાજપની જીત: 2,214 બેઠકો
- મહાનગરપાલિકા: 380માંથી 349 બેઠકો પર ભાજપનો વિજય.
- જિલ્લા પંચાયત: 335માંથી 294 બેઠકો ભાજપના ફાળે.
- નગરપાલિકા: 999માંથી 783 બેઠકો પર ભગવો લહેરાયો.
Saurashtra-Kutch Election Results: મોરબી અને પોરબંદરમાં ઐતિહાસિક ‘ક્લીન સ્વીપ’
- મોરબી: નવરચિત મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપે ઇતિહાસ રચ્યો છે. તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.
- પોરબંદર: અહીં પણ ભાજપે વિપક્ષનો સફાયો કરતા તમામ 13 વોર્ડની 52 બેઠકો કબજે કરી છે.
- જામનગર: મનપાના 16માંથી 15 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની છે. જીતની ખુશીમાં મંત્રી રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ એકબીજાને ભેટી પડ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો.
Saurashtra-Kutch Election Results: ચોંકાવનારા પરિણામો અને મોટા ઉલટફેર


જ્યાં એકતરફ ભાજપની લહેર હતી, ત્યાં બીજી તરફ કેટલીક બેઠકો પર દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે:
- જૂનાગઢમાં મોટો ફટકો: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભેસાણ બેઠક પર AAPના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ 1700 મતોથી હરાવ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં AAPએ 5 બેઠકો જીતી ભાજપ (4 બેઠક) કરતા પણ મજબૂત દેખાવ કર્યો છે.
- જેલમાંથી જીત: જામનગરના વોર્ડ નંબર 12માં ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં બંધ અસલમ ખીલજી (AAP) અને અલ્તાફ ખફી (કોંગ્રેસ) એ જીત મેળવીને સૌને ચોંકાવી દીધા છે.
- રાજકોટ: વોર્ડ નંબર 2માં રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા (કોંગ્રેસ) ને હારનો સામનો કરવો પડ્યો છે.
ઘર્ષણની ઘટનાઓ
સુરેન્દ્રનગરના પાટડીમાં પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે પણ તીખી ચર્ચાઓ થઈ હતી, જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં ફરી ‘કેસરિયો’ લહેરાયો સ્થાનિક સ્વરાજની 10 હજાર બેઠકો પર ભાજપનો પ્રચંડ વિજય,




