Gujarat Local Body Polls: ગુજરાતમાં ફરી ‘કેસરિયો’ લહેરાયો સ્થાનિક સ્વરાજની 10 હજાર બેઠકો પર ભાજપનો પ્રચંડ વિજય,

0
143
Gujarat Local Body Polls
Gujarat Local Body Polls

Gujarat Local Body Polls: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાની પકડ સાબિત કરી છે. 15 મનપા, 33 જિલ્લા પંચાયત અને 253 તાલુકા પંચાયતો પર કબ્જો મેળવીને ભાજપે રાજ્યમાં એકહથ્થુ શાસન જાળવી રાખ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વિજયોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Local Body Polls: પરિણામોનું સંપૂર્ણ વિશ્લેષણ: કોણ ક્યાં જીત્યું?

Gujarat Local Body Polls

28 એપ્રિલે જાહેર થયેલા પરિણામો મુજબ, ગુજરાતના રાજકીય નકશા પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે:

  • મહાનગરપાલિકા: કુલ 15 મનપામાંથી તમામ 15 પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
  • જિલ્લા પંચાયત: 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં ભાજપ શાસનમાં આવ્યું છે.
  • નગરપાલિકા: 84 માંથી 78 નગરપાલિકા ભાજપના ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસને માત્ર 6 મળી છે.
  • તાલુકા પંચાયત: 260 માંથી 253 પર ભાજપે જીત મેળવી છે, જ્યારે બાકીની 7 બેઠકો કોંગ્રેસ અને AAP વચ્ચે વહેંચાઈ છે.

Gujarat Local Body Polls: AAPનો ઇતિહાસ અને સુરતની સ્થિતિ

Gujarat Local Body Polls

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) માટે મિશ્ર પરિણામો રહ્યા છે. અમરેલી જિલ્લાની બગસરા તાલુકા પંચાયત જીતીને AAPએ ઇતિહાસમાં પહેલીવાર પંચાયત સ્તરે સત્તા મેળવી છે. જોકે, સુરત મનપામાં ગત વખતે 27 સીટ મેળવનારી AAP આ વખતે માત્ર 4 સીટ પર સમેટાઈ ગઈ છે. ભાજપે સુરતમાં 115 સીટો સાથે તોફાની વિજય મેળવ્યો છે.

Gujarat Local Body Polls: જગદીશ પંચાલની અગ્નિપરીક્ષા અને માઇક્રો મેનેજમેન્ટ

Gujarat Local Body Polls

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) ના નેતૃત્વમાં આ પહેલી મોટી ચૂંટણી હતી. સી.આર. પાટીલના 90% સીટો જીતવાના રેકોર્ડને જાળવી રાખવો એ એક પડકાર હતો. પંચાલના ‘માઇક્રો મેનેજમેન્ટ’, ડોર-ટુ-ડોર પ્રચાર અને બૂથ લેવલના પ્લાનિંગને કારણે ભાજપે પ્રચંડ જીત મેળવી છે. જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તેઓ પાટીલ જેટલો વિજય તો મેળવી શક્યા નથી, પરંતુ પરીક્ષામાં ચોક્કસપણે પાસ થયા છે.

Gujarat Local Body Polls: PM મોદીએ માન્યો જનતાનો આભાર

આ પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો આભાર માનતા ટ્વીટ કર્યું હતું કે:

સુશાસન અને ગુજરાત સરકારની શ્રેષ્ઠ કામગીરી પર ભરોસો મૂકવા બદલ જનતાનો આભાર. અમે ખાતરી આપીએ છીએ કે આગામી સમયમાં વધુ મહેનત કરીશું અને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.”

2021 VS 2026: ભાજપની સ્થિતિ

Gujarat Local Body Polls

2021માં ભાજપે 90% સીટો જીતીને ઇતિહાસ રચ્યો હતો, જેનો સીધો ફાયદો 2022ની વિધાનસભામાં (156 સીટ) મળ્યો હતો. અત્યારે ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 161 સુધી પહોંચ્યું છે, અને આજના પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતમાં ભાજપનો ગઢ અજેય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં કડાકો, તેજી પર બ્રેક લાગતા સેન્સેક્સ 417 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 24,000ની નીચે બંધ