HomeGujaratThailand Trip Fraud: સસ્તામાં થાઈલેન્ડ જવાની લાલચ પડી ભારે અમદાવાદના ટ્રાવેલ એજન્ટો...

Thailand Trip Fraud: સસ્તામાં થાઈલેન્ડ જવાની લાલચ પડી ભારે અમદાવાદના ટ્રાવેલ એજન્ટો લાખો રૂપિયા ઉસેડી રફુચક્કર

Thailand Trip Fraud: વિદેશ પ્રવાસના નામે છેતરપિંડી આચરતી ટોળકીઓ હવે વધુ સક્રિય બની છે. અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં ‘સસ્તા પેકેજ’ની લાલચ આપીને અનેક પરિવારોને લાખોનો ચૂનો લગાવનાર ટ્રાવેલ એજન્સીનો ભાંડો ફૂટ્યો છે. થાઈલેન્ડની ટૂરના બહાને અંદાજે ₹9.71 લાખ પડાવી એજન્સીના સંચાલકો ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે.

Thailand Trip Fraud: જાહેરાતની જાળમાં ફસાયા પ્રવાસીઓ

શાહીબાગ વિસ્તારમાં રહેતા વેપારી રોહિતભાઈએ આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઓગસ્ટ 2025માં તેમણે શિવરંજની પાસે આવેલી કે.સી. હોલિડેઝ’ નામની પેઢીની આંતરરાષ્ટ્રીય પ્રવાસની જાહેરાત જોઈ હતી. એજન્સીએ ફૂકેટ, ક્રાબી અને બેંગકોકની 8 દિવસની લક્ઝરી ટ્રિપ માટે પ્રતિ વ્યક્તિ માત્ર ₹75,000નું આકર્ષક પેકેજ ઓફર કર્યું હતું.

Thailand Trip Fraud

રોહિતભાઈએ તેમના પરિવારના ત્રણ સભ્યો માટે કુલ ₹2.10 લાખ ચૂકવ્યા હતા. જેમાંથી ₹1.10 લાખ બેંક ટ્રાન્સફર અને ₹1 લાખ રોકડમાં આપવામાં આવ્યા હતા, જેની અધિકૃત રસીદો પણ એજન્સીએ આપી વિશ્વાસ જીત્યો હતો.

Thailand Trip Fraud: પ્રસ્થાનના 10 દિવસ પહેલા ઓફિસને લાગ્યા તાળા

નક્કી થયા મુજબ આ ટ્રિપ 14 ડિસેમ્બર, 2025ના રોજ રવાના થવાની હતી. પ્રવાસ માટે ઉત્સાહિત પરિવારને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે પ્રસ્થાનના માત્ર 10 દિવસ પહેલા ખબર પડી કે એજન્સીના માલિકો ઓફિસ બંધ કરીને ભાગી ગયા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે રોહિતભાઈ એકલા નહીં, પણ અન્ય અનેક લોકો આ ઠગાઈનો ભોગ બન્યા છે:

  • રવિભાઈ વચેટા: 4 ટિકિટ માટે ₹3.20 લાખ ગુમાવ્યા.
  • કુણાલભાઈ વચેટા: 3 ટિકિટ માટે ₹2.40 લાખ ગુમાવ્યા.
  • નરેશ વચેટા: 2 ટિકિટ માટે ₹2.00 લાખ ગુમાવ્યા.

Thailand Trip Fraud: પોલીસ કાર્યવાહી: ત્રણ સામે ગુનો દાખલ

ઘટનાના ચાર મહિના બાદ આખરે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે એજન્સીના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ, પારુલબેન ચૌહાણ અને કર્મચારી વિવેક વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે; અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને કરાની પણ કરી આગાહી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments