Home State Gujarat Rajkot Police Strike: રાજકોટમાં ‘શામજી મકા ગેંગ’નો ખાતમો ગુજસીટોક હેઠળ ગુનો દાખલ,...

Rajkot Police Strike: રાજકોટમાં ‘શામજી મકા ગેંગ’નો ખાતમો ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, 8 આરોપીઓ પોલીસના સકંજામાં

0
326
Rajkot Police Strike
Rajkot Police Strike

Rajkot Police Strike: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. થોરાળા વિસ્તારમાં એક દાયકાથી આતંક મચાવતી શામજી મકા ગેંગ’ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગાળિયો મજબૂત કર્યો છે. આ ગેંગના 12 સભ્યોમાંથી 8ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીઓ હજુ પણ ફરાર છે.

Rajkot Police Strike: ગુનાખોરીનું સામ્રાજ્ય: 10 વર્ષમાં 37 FIR

પોલીસ તપાસ દરમિયાન આ ગેંગનો ભયાનક ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે:

  • વ્યાપ: છેલ્લા 10 વર્ષથી થોરાળા અને આસપાસના વિસ્તારોમાં સક્રિય.
  • ગંભીર ગુના: લૂંટ, હત્યા અને હત્યાની કોશિશ જેવા 22 જેટલા ગંભીર ગુનાઓ આચરેલા છે.
  • અન્ય સંડોવણી: અપહરણ, દુષ્કર્મ, છેડતી અને રાયોટિંગ જેવા ગુનાઓમાં પણ આ ટોળકી સંકળાયેલી હતી.
  • કુલ કેસ: ગેંગના સભ્યો વિરુદ્ધ કુલ 37 FIR નોંધાયેલી છે.

“રાજકોટમાં વારંવાર ગંભીર ગુના આચરતી ગેંગો સામે અમે કડક હાથે કામ લઈ રહ્યા છીએ. વારંવાર જેલ જવા છતાં આ શખસોની પ્રવૃત્તિઓ અટકતી ન હોવાથી આ વખતે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.” – DCP, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

Rajkot Police Strike: ઝડપાયેલા આરોપીઓની યાદી

ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન અંતર્ગત નીચે મુજબના 8 શખસોને દબોચી લીધા છે:

  1. દેવશીભાઈ મકાભાઈ મકવાણા
  2. દિલિપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ
  3. ચિરાગ શ્યામજીભાઈ મકવાણા
  4. કિરણ થીમસુરિયા
  5. અજય જાદવ
  6. ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા
  7. નાગેશ ઉર્ફે લાલો શ્યામજીભાઈ મકવાણા
  8. મેહુલ કનુભાઈ સોલંકી

Rajkot Police Strike: ફરાર આરોપીઓની શોધખોળ જારી

ગેંગના બાકીના 4 સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો આ આરોપીઓને ઝડપી પાડવા માટે રાજ્યભરમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીથી સ્થાનિક ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 કેરળમાં ભીષણ દુર્ઘટના ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી 13ના કરૂણ મોત, સમગ્ર વિસ્તારમાં ફફડાટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે