Home State Gujarat Jamnagar Police Raid in Shankar Tekri: શંકર ટેકરીમાં પોલીસનો મધરાતે દરોડો, જાહેરમાં...

Jamnagar Police Raid in Shankar Tekri: શંકર ટેકરીમાં પોલીસનો મધરાતે દરોડો, જાહેરમાં તીનપત્તી રમતા ૩ ઝડપાયા, ૨ ફરાર

0
270
Jamnagar Police Raid in Shankar Tekri
Jamnagar Police Raid in Shankar Tekri

Jamnagar Police Raid in Shankar Tekri: શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ પોલીસની ઝુંબેશ તેજ બની છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે સફળ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે રોકડ રકમ સાથે ૩ ઈસમોની ધરપકડ કરી છે, જ્યારે ૨ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

Jamnagar Police Raid in Shankar Tekri

Jamnagar Police Raid in Shankar Tekri: ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

મળતી વિગતો અનુસાર, શંકર ટેકરી, સુભાષપરા શેરી નંબર-૨ પાસે આવેલા જાવલાના ઘર નજીક કેટલાક શખ્સો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ માહિતી સર્વેલન્સ સ્ટાફને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો.

Jamnagar Police Raid in Shankar Tekri: ઝડપાયેલા આરોપીઓની વિગત

પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે: ૧. બસીરભાઈ અબ્બાસભાઈ બાબવાણી (ઉંમર ૪૨) ૨. અવીનાશ સુનીલભાઈ ચિંડાલીયા (ઉંમર ૩૨) ૩. દિનેશભાઈ ઉર્ફે દામજીભાઈ રમેશભાઈ રાંદલપરા (ઉંમર ૩૫)

મુદ્દામાલની જપ્તી અને ફરાર આરોપીઓ

પોલીસના દરોડા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, જેમાં અલીમામદ બ્લોચ અને સિરાજ સંધી નામના બે શખ્સો પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી:

  • રૂ. ૧૦,૨૫૦ની રોકડ રકમ
  • ગંજીપત્તાના ૫૨ પાના કબજે કર્યા છે.

પોલીસ તપાસ તેજ

સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. હાલ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર થયેલા અન્ય બે શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ગુજરાત બન્યું અગનભઠ્ઠી, અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં 40 ડિગ્રીને પાર પારો, બપોરે રસ્તાઓ સૂમસામ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે