HomeGujaratCourt Rejects Bail: વડોદરા કોર્ટનો કડક વલણ 7 વર્ષથી ફરાર હત્યાના આરોપી...

Court Rejects Bail: વડોદરા કોર્ટનો કડક વલણ 7 વર્ષથી ફરાર હત્યાના આરોપી વૃદ્ધની જામીન અરજી ફગાવી

Court Rejects Bail: છોટાઉદેપુર જિલ્લાના વર્ષ 2019ના એક ચકચારી હત્યા કેસમાં વડોદરાની કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. લાકડીના ફટકા મારી યુવકની હત્યા કરનાર 63 વર્ષીય આરોપી રામસિંગ રાઠવાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. લાંબો સમય ફરાર રહ્યા બાદ ઝડપાયેલા આરોપીને મુક્ત કરવાથી ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ આવી શકે તેવું અવલોકન કોર્ટે કર્યું હતું.

Court Rejects Bail

Court Rejects Bail: શું હતો સમગ્ર કેસ?

ઘટનાની વિગત મુજબ, છોટાઉદેપુર જિલ્લાના જમલા ગામે રહેતા રામસિંગ દહરિયા રાઠવા સામે 19 માર્ચ 2019ના રોજ હત્યાનો ગુનો નોંધાયો હતો. આરોપીએ ફરિયાદીના પુત્રને લાકડીના સપાટા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ આરોપી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.

Court Rejects Bail: 6 વર્ષ બાદ થઈ હતી ધરપકડ

હત્યાના આ ગંભીર ગુનામાં આરોપી લાંબા સમય સુધી પોલીસને હાથ લાગ્યો ન હતો. આખરે, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે 11 જાન્યુઆરી 2026 ના રોજ આરોપી રામસિંગની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જેલવાસ દરમિયાન વૃદ્ધાવસ્થા અને અન્ય કારણો આગળ ધરી આરોપીએ જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટનું મહત્વનું અવલોકન

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ જી.જે. થોરિયાએ નોંધ્યું હતું કે:

  • આરોપી સામેનો ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે.
  • આરોપી અગાઉ પણ લાંબા સમય સુધી પોલીસની પકડથી દૂર રહ્યો છે.
  • જો આવા સંજોગોમાં જામીન આપવામાં આવે તો આરોપી ફરીથી ન્યાયથી બચવા માટે ભાગી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ ગંભીરતાને ધ્યાને રાખીને ન્યાયાધીશે આરોપી રામસિંગ રાઠવાની જામીન અરજી ફગાવી દીધી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ભાડે આપેલી આર્ટિગા કાર પરિચિતે જ વેચી મારી, 7.50 લાખની છેતરપિંડી અંગે ગુનો દાખલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments