Suspicion Over Tharad Police Action: બનાસકાંઠાના થરાદ પંથકમાં ઓનલાઇન ટ્રેડિંગના નામે ચાલતા એક શંકાસ્પદ અને હાઈટેક નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જોકે, આટલા મોટા સ્કેમમાં પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાના આક્ષેપો ઉઠતા પોલીસની કામગીરી સામે શંકાની સોય સેવાઈ રહી છે.

Suspicion Over Tharad Police Action: કૃષ્ણનગર સોસાયટીના મકાનમાં ચાલતું હતું હાઈટેક નેટવર્ક
પ્રાપ્ત વિગતો અનુસાર, થરાદના મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ઓનલાઇન ટ્રેડિંગની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. ગત ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પોલીસે આ મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી આધુનિક સાધનો મળી આવ્યા હતા, જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
Suspicion Over Tharad Police Action: ₹10.69 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
- કોમ્પ્યુટર અને હાઈ-એન્ડ લેપટોપ
- મોબાઈલ ફોન અને આધુનિક કેમેરા
- નેટવર્કિંગ ઉપકરણો (રાઉટર વગેરે)
- મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ્સ
- કુલ કિંમત: ₹10,69,100
Suspicion Over Tharad Police Action: પોલીસની ઢીલી નીતિ? સ્થાનિકોમાં રોષ
આ કેસમાં સૌથી મોટો વિવાદ પોલીસની ફરિયાદ નોંધવાની પદ્ધતિને લઈને છે. લાખો રૂપિયાના સાધનો અને અનેક ડેબિટ કાર્ડ્સ મળી આવ્યા હોવા છતાં, થરાદ પોલીસે આ મામલે કોઈ કડક કલમો હેઠળ ગુનો નોંધવાને બદલે માત્ર ‘જાણવા જોગ’ (Janva Jog) ફરિયાદ નોંધી છે.
સ્થાનિકો અને જાણકારોમાં એવી ચર્ચા છે કે:
“દાળમાં કંઈક કાળું રંધાઈ રહ્યું છે. આટલા મોટા રેકેટમાં બીજા દિવસે પણ માત્ર જાણવા જોગ નોંધીને તપાસ કરવી એ પોલીસની કામગીરી પર શંકા ઊભી કરે છે.”
રહસ્યમય મૌન અને તપાસ
થરાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે PSI દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે, આ નેટવર્ક પાછળ કોણ છે? આટલા બધા ડેબિટ કાર્ડ્સ કોના નામે હતા? અને શું આ કોઈ મોટા આંતરરાજ્ય ફ્રોડનો હિસ્સો છે? પોલીસની નબળી ફરિયાદને કારણે આરોપીઓને છટકબારી મળી શકે છે તેવો ભય પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
વડોદરામાં પાષાણ હૃદયી માતા-પિતાનું કૃત્ય નાળ સાથે નવજાત બાળકીને રસ્તા પર તરછોડી, માસૂમનું મોત




