Big Win for Pensioners: દેશભરના લાખો પેન્શનરો માટે દિવાળી જેવી ખુશીના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકારો પેન્શનરોને મળતી મોંઘવારી રાહત (DR)નો દર, ચાલુ ફરજ બજાવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) કરતા ઓછો રાખી શકે નહીં.
Big Win for Pensioners: ‘મોંઘવારી દરેકને સમાન નડે છે’: સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે:
- સમાનતાનો અધિકાર: મોંઘવારી સેવારત કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો બંનેને સમાન રીતે અસર કરે છે. તેમની વચ્ચે ભેદભાવ કરવો એ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નું સીધું ઉલ્લંઘન છે.
- નાણાકીય તંગી બહાનું ન હોઈ શકે: કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ના કેસમાં કોર્ટે રાજ્ય સરકારની એ દલીલ ફગાવી દીધી હતી કે નબળી આર્થિક સ્થિતિને કારણે પેન્શનરોને ઓછી રાહત આપવામાં આવે છે. કોર્ટે કહ્યું કે આર્થિક સ્થિતિ ચૂકવણીમાં વિલંબનું કારણ હોઈ શકે છે, પણ ભેદભાવનું નહીં.

Big Win for Pensioners: સરકારો હવે અન્યાય નહીં કરી શકે
સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને બહાલ રાખતા નોંધ્યું કે, લોકકલ્યાણકારી રાજ્યમાં નિવૃત્ત લોકોના હિતોની અવગણના કરી શકાય નહીં. આ નિર્ણય બાદ હવે કોઈપણ રાજ્ય સરકાર પગાર સુધારણા કે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરતી વખતે પેન્શનરો સાથે ઓરમાયું વર્તન કરી શકશે નહીં.
“મોંઘવારી ભથ્થાનો મુખ્ય હેતુ વધતી કિંમતો અને જીવન નિર્વાહના ખર્ચ સામે રક્ષણ આપવાનો છે. નિવૃત્ત કર્મચારીઓ આર્થિક રીતે વધુ સંવેદનશીલ હોય છે, તેથી તેમના હકો છીનવી શકાય નહીં.” — સુપ્રીમ કોર્ટનું અવલોકન
Big Win for Pensioners: લાખો પેન્શનરોને થશે સીધો ફાયદો
આ ચુકાદાથી દેશભરના સરકારી પેન્શનરોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે. આ નિર્ણય તેમને આર્થિક રીતે વધુ સશક્ત બનાવશે અને ભવિષ્યમાં રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવતી આર્થિક કાપની નીતિઓ સામે રક્ષણ પૂરું પાડશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
જામનગર મનપા ચૂંટણી ભાજપનું શક્તિપ્રદર્શન, મધરાતથી જ ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ




