Gujarat Police Unveils ‘NARIT AI’: ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસનું ‘બ્રહ્માસ્ત્ર’ દેશમાં પ્રથમવાર લોન્ચ કર્યું NARIT AI ટૂલ, હવે ગુનેગારોનું બચવું મુશ્કેલ

0
132
Gujarat Police Unveils 'NARIT AI'
Gujarat Police Unveils 'NARIT AI'

Gujarat Police Unveils ‘NARIT AI’: ગુજરાતમાં નાર્કોટિક્સ અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે ગુજરાત પોલીસે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલનો મુખ્ય હેતુ ડ્રગ્સના કેસોમાં તપાસને વધુ સચોટ બનાવી આરોપીઓને કડક સજા અપાવવાનો છે.

Gujarat Police Unveils 'NARIT AI'

Gujarat Police Unveils ‘NARIT AI’: શું છે ‘NARIT AI’ અને તેની વિશેષતા?

NARIT AI એ Retrieval Augmented Generation (RAG) ટેક્નોલોજી પર આધારિત એક અત્યાધુનિક સિસ્ટમ છે. આ ટૂલ મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપના સહયોગથી પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર તેને આપવામાં આવેલા ડેટાબેઝ (ઐતિહાસિક ચુકાદાઓ, કાયદાકીય કલમો) પર જ કામ કરે છે, જેથી ખોટી માહિતી (Hallucination) મળવાની શક્યતા નહિવત છે.

Gujarat Police Unveils ‘NARIT AI’: તપાસ અધિકારીઓ માટે ‘ફોર્સ મલ્ટિપ્લાયર’

અગાઉ ડ્રગ્સ સંબંધિત NDPS કેસોની તપાસ માત્ર વિશેષ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા જ શક્ય હતી, પરંતુ હવે આ AI ટૂલ દરેક તપાસ અધિકારી માટે માર્ગદર્શક બનશે:

  • FIR એનાલિસિસ: અધિકારીએ માત્ર FIR અપલોડ કરવાની રહેશે, ત્યારબાદ સિસ્ટમ આપમેળે કેસની મજબૂતી અને નબળાઈઓનો રિપોર્ટ તૈયાર કરી આપશે.
  • કાનૂની સલાહ: હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓના આધારે આ ટૂલ રિયલ-ટાઈમ કાનૂની માર્ગદર્શન આપશે.
  • પુરાવાઓનું ચેકલિસ્ટ: કેસને કોર્ટમાં ટકાવી રાખવા માટે કયા પુરાવા જરૂરી છે અને કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તેનું વિગતવાર ચેકલિસ્ટ પૂરૂં પાડશે.

Gujarat Police Unveils ‘NARIT AI’: પ્રક્રિયાત્મક ભૂલોને કારણે આરોપીઓ છૂટી નહીં શકે

ઘણીવાર જોવા મળે છે કે મજબૂત પુરાવા હોવા છતાં તપાસની પ્રક્રિયામાં નાની એવી ખામી રહી જવાથી આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ લઈ છૂટી જાય છે. NARIT AI આ ખામીઓને અટકાવશે. તે તપાસ અધિકારીને ‘શું કરવું અને શું ન કરવું’ તેની સ્પષ્ટ સલાહ આપશે, જેનાથી NDPS કેસોમાં કન્વિક્શન રેટ (દોષિત ઠરાવવાનો દર) માં મોટો સુધારો આવશે.

Gujarat Police Unveils ‘NARIT AI’: કોર્ટમાં બચાવ પક્ષની દલીલોનો પહેલેથી અંદાજ

આ એપ્લિકેશન માત્ર તપાસ પૂરતી મર્યાદિત નથી, તે કોર્ટમાં બચાવ પક્ષ દ્વારા કરવામાં આવતી સંભવિત દલીલોનું પૂર્વાનુમાન પણ લગાવી શકે છે અને તેના જવાબ માટે કયા કાયદાકીય મુદ્દાઓનો ઉપયોગ કરવો તેનું પણ માર્ગદર્શન આપે છે.

ગુજરાત હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ આ એક ખાનગી સિસ્ટમ છે જે માત્ર પોલીસના ઉપયોગ માટે જ છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસ હવે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં વધુ પાવરફુલ બની છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

માનવતા ભારે પડી! મોપેડ સવારને મદદ કરવા ગયેલા યુવાન પર હુમલો, મુક્કો મારતા ફોટોગ્રાફરે એક આંખની દ્રષ્ટિ ગુમાવી