Home State Gujarat Ahmedabad Shocker: ચાંદખેડા રહસ્યમય મોત કેસ ઢોસાના ખીરામાં નહીં પણ બ્લડ રિપોર્ટમાં...

Ahmedabad Shocker: ચાંદખેડા રહસ્યમય મોત કેસ ઢોસાના ખીરામાં નહીં પણ બ્લડ રિપોર્ટમાં મળી ઝેરી દવાની હાજરી, તપાસ હવે ‘હત્યા કે આત્મહત્યા’ તરફ

0
247
Ahmedabad Shocker
Ahmedabad Shocker

Ahmedabad Shocker: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતના મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જે ઘટનાને ફૂડ પોઈઝનિંગ માનવામાં આવતી હતી, તેમાં એફએસએલ (FSL) ના બ્લડ રિપોર્ટે પોલીસને પણ ચોંકાવી દીધી છે. માતા-પિતાના લોહીના નમૂનામાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ’ (અનાજમાં નાખવાની ઝેરી દવા) ની હાજરી મળી આવતા હવે આ કેસમાં હત્યા કે સામૂહિક આત્મહત્યાના પ્રયાસની આશંકા પ્રબળ બની છે.

Ahmedabad Shocker

Ahmedabad Shocker: બ્લડ રિપોર્ટે રહસ્ય ગૂંચવ્યું

3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીના શંકાસ્પદ મોત બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાબેનના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં ઝેરી દવાની હાજરી મળી છે. પોલીસનું માનવું છે કે માત્ર ઢોસાનું ખીરું ખાવાથી આટલી ગંભીર અસર અને મોત શક્ય નથી. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દવા શરીરમાં ગઈ કેવી રીતે?

Ahmedabad Shocker: પોલીસની ‘મિનિટ ટુ મિનિટ’ તપાસ

ચાંદખેડા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે:

  • CCTV ફૂટેજ: વિમલ પ્રજાપતિ ડેરી પરથી ખીરું લઈને સીધો ઘરે ગયો હતો કે રસ્તામાં ક્યાંય રોકાયો હતો? તેના માટે ડેરીથી ઘર સુધીના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.
  • ડેરીની તપાસ: જો ખીરામાં સમસ્યા હોત તો અન્ય ગ્રાહકોને પણ અસર થવી જોઈતી હતી, પરંતુ અન્ય કોઈ કેસ સામે ન આવતા પોલીસને પરિવારના જ કોઈ સભ્ય પર શંકા છે.
  • ઘઉંમાં નાખવાની દવા: થોડા દિવસ પહેલા જ પિતા વિમલ પ્રજાપતિ ઘઉંમાં મૂકવાની દવા લાવ્યા હોવાનું સામે આવ્યું છે, જે રિપોર્ટ સાથે સુસંગત જણાય છે.

Ahmedabad Shocker: FSL એ પુરાવા કબજે કર્યા

એફએસએલની ટીમે પ્રજાપતિ પરિવારના ઘરમાંથી ચાદર, કપડાં, ખીરું ભરવાનું વાસણ અને બાળકોની દવાઓ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. ગત 7 એપ્રિલના રોજ 3 માસની બાળકી રાહાના મૃતદેહને પણ કબર (દફનવિધિ) માંથી બહાર કાઢીને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો, જેથી શરીરમાં દવાની હાજરી છે કે નહીં તે જાણી શકાય.

Ahmedabad Shocker: શું છે આખી ઘટના?

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યા હતા. આ ખીરું ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાં બે બાળકીઓના કરુણ મોત નીપજ્યા હતા. શરૂઆતમાં ડેરીના ખીરા પર શંકા હતી, પરંતુ હવે તપાસનો છેડો ઘરના આંતરિક વિવાદ કે આર્થિક સંકડામણ તરફ હોઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આજવા રોડ પર એકતા નગરમાં પીસીબીનો દરોડો, ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે