Home State Gujarat Kharge Backtracks: ગુજરાતીઓને ‘અભણ’ કહેવા મામલે વિવાદ વકરતા ખડગે નમ્યા ‘X’ પર...

Kharge Backtracks: ગુજરાતીઓને ‘અભણ’ કહેવા મામલે વિવાદ વકરતા ખડગે નમ્યા ‘X’ પર પોસ્ટ કરી વ્યક્ત કરી દિલગીરી, ભાજપનો પ્રચંડ વિરોધ

0
244
Kharge Backtracks
Kharge Backtracks

Kharge Backtracks: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ‘અભણ’ વાળી ટિપ્પણીએ દેશભરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપ દ્વારા આ નિવેદનને ‘ગુજરાતી અસ્મિતા’ના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી આક્રોશ પ્રદર્શિત કરવામાં આવ્યા બાદ, અંતે ખડગેએ સોશિયલ મીડિયા પર ખુલાસો કરી દિલગીરી વ્યક્ત કરવી પડી છે.

Kharge Backtracks

Kharge Backtracks: ખડગેની સફાઈ: “કોઈની લાગણી દુભાવવાનો હેતુ નહોતો”

ચારેતરફથી ઘેરાયેલા મલ્લિકાર્જુન ખડગેએ એક્સ (X) પર પોસ્ટ કરતા લખ્યું કે, “ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે. મારો હેતુ કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો.” જોકે, ભાજપે આ ખુલાસાને પૂરતો ગણાવ્યો નથી અને સવાલ ઉઠાવ્યો છે કે નિવેદન આપતી વખતે જ માફી કેમ ન માંગી?

Kharge Backtracks

Kharge Backtracks: વિવાદનું મૂળ: શું કહ્યું હતું ખડગેએ?

ગયા રવિવારે કેરળના ઈડુક્કીમાં એક ચૂંટણી સભાને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે:

મોદીજી અને પિનરાઈ વિજયન કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી કારણ કે તેઓ શિક્ષિત અને સ્માર્ટ છે. તમે ગુજરાતમાં અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ કેરળમાં નહીં.”

ભાજપનો આક્રમક પ્રહાર: “આ ગાંધી-સરદારની ભૂમિનું અપમાન”

ખડગેના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા:

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: તેમણે જણાવ્યું કે ખડગેએ સાડા છ કરોડ ગુજરાતીઓ સહિત ગાંધી અને સરદારની પવિત્ર ભૂમિનું અપમાન કર્યું છે.
  • સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ: તેમણે આને ખડગેની ‘મૂર્ખતા’ ગણાવતા કહ્યું કે, જે રાજ્ય દેશની જીડીપીમાં 8% ફાળો આપે છે અને જેની બુદ્ધિશક્તિનો લોખંડ આખું વિશ્વ માને છે, તેને અભણ કહેવા તે કોંગ્રેસની હતાશા છે.
  • ડો. અનિલ પટેલ (ભાજપ પ્રવક્તા): તેમણે સવાલ કર્યો કે ખડગે વારંવાર ઝેરીલા સાપ કે નાગ જેવા શબ્દોનો પ્રયોગ કેમ કરે છે?

Kharge Backtracks: રાજકીય વિશ્લેષણ: ચૂંટણી ટાણે કોંગ્રેસને નુકસાનની ભીતિ

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે ખડગેનું આ નિવેદન કોંગ્રેસ માટે ‘પગ પર કુહાડો મારવા’ સમાન સાબિત થઈ શકે છે. ભાજપ આ મુદ્દાને દરેક ઘર સુધી લઈ જઈને કોંગ્રેસની ‘ગુજરાત વિરોધી’ માનસિકતા ખુલ્લી પાડવાની રણનીતિ બનાવી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમેઠીમાં ‘દેશી જુગાડ’ રનવે પર નહીં પણ રોડ પર વિમાનને ધક્કો મારતા યુવકોનો વીડિયો વાયરલ, તંત્રએ આપી સ્પષ્ટતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે