HomeGujaratSecurity Tightens in Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં 11,000 બૂથ સંવેદનશીલ જાહેર,...

Security Tightens in Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં 11,000 બૂથ સંવેદનશીલ જાહેર, સવા લાખ પોલીસકર્મીઓની રજાઓ રદ

Security Tightens in Gujarat: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. 15 મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે રાજ્યના સવા લાખ પોલીસકર્મીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.

Security Tightens in Gujarat

Security Tightens in Gujarat: સુરક્ષાનું લોખંડી આયોજન

ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે:

  • કુલ મતદાન બૂથ: 48,591
  • સંવેદનશીલ બૂથ: 11,000
  • તૈનાત ફોર્સ: સવા લાખ પોલીસ જવાનો ઉપરાંત હોમગાર્ડ્સ, ટ્રાફિક બ્રિગેડ અને અર્ધલશ્કરી દળો (Paramilitary Forces).
  • અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે ખાસ પેરામિલિટરી ફોર્સની ટુકડીઓ તૈનાત કરવામાં આવશે.
Security Tightens in Gujarat

Security Tightens in Gujarat: પોલીસ માટે કસોટીનો કાળ

ચૂંટણીને પગલે સમગ્ર એપ્રિલ મહિનો પોલીસ કાફલા માટે આકરી કસોટી સમાન રહેશે. પોલીસ જવાનોને માત્ર બંદોબસ્ત જ નહીં, પરંતુ સ્ટ્રોંગરૂમની સુરક્ષા અને ઈવીએમ (EVM) મશીનોના ડિસ્પેચિંગ તથા રિસીવીંગ સેન્ટરો પર પણ સતર્ક રહેવા ‘સ્ટેન્ડ-ટુ’ રહેવાનો આદેશ અપાયો છે.

પોલીસ જવાનો પણ કરશે મતદાન

ચૂંટણી ફરજમાં રોકાયેલા જવાનો પોતાના લોકશાહીના અધિકારથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ફરજ પરના તમામ જવાનોની વિગતો મંગાવવામાં આવી છે જેથી તેઓ સમયસર મતદાન કરી શકે.

રાજ્યના 4.19 કરોડ મતદારો કોઈ પણ ભય વગર શાંતિથી મતદાન કરી શકે તે માટે પોલીસ અને સુરક્ષા દળો દિવસ-રાત કાર્યરત રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસના મેનિફેસ્ટોને અપાયું ‘કમિટમેન્ટ’ નામ, 15 મહાનગરોમાં થશે શક્તિપ્રદર્શન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments