Home State Gujarat Major Success for Jamnagar Police: ધ્રોલ પોલીસની મોટી સફળતા સોલાર પ્લાન્ટમાંથી વાયર...

Major Success for Jamnagar Police: ધ્રોલ પોલીસની મોટી સફળતા સોલાર પ્લાન્ટમાંથી વાયર ચોરતી ગેંગના 5 સાગરીતો ઝડપાયા, ₹4.45 લાખનો મુદ્દામાલ કબજે

0
360
Major Success for Jamnagar Police
Major Success for Jamnagar Police

Major Success for Jamnagar Police: જામનગર જિલ્લાના ધ્રોલ-લતીપર રોડ પર આવેલા સોલાર પ્લાન્ટમાં થયેલી લાખોની કિંમતના વીજ વાયરની ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી કરનાર 4 શખ્સો અને ચોરીનો માલ ખરીદનાર 1 શખ્સ સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

Major Success for Jamnagar Police: ઘટનાની વિગત

ધ્રોલ-લતીપર રોડ પર પીયાવા ચોકડી પાસે આવેલા સોલાર પ્લાન્ટમાં ગત તા. 31 માર્ચથી 1 એપ્રિલ, 2026 દરમિયાન ચોરીની ઘટના બની હતી. તસ્કરો પ્લાન્ટમાંથી આશરે 12,000 મીટર વીજ વાયર (કિંમત ₹2,40,000) ચોરી કરી ગયા હતા. આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Major Success for Jamnagar Police: CCTV અને ટેકનિકલ એનાલિસિસથી મળ્યો સુરાગ

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજનું ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની બાતમીના આધારે પોલીસને એક બ્લૂ કલરની રેનોલ્ટ ટ્રાઈબર કાર શંકાસ્પદ જણાઈ હતી. જામનગર-રાજકોટ હાઈવે પર આ કારને રોકી તલાશી લેતા ચોરીનો પર્દાફાશ થયો હતો.

Major Success for Jamnagar Police: ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ

પોલીસે આ ગુનામાં નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી છે:

  1. હુસેન ઉર્ફે લેંઘો અયુબભાઈ મેપાણી
  2. આરિફ ઇશાભાઈ તાયાણી
  3. અસલમ ઇશાભાઈ તાયાણી
  4. આશીફ હારુન મેપાણી
  5. બશીરભાઈ હનીફભાઈ ચૌહાણ (મુદ્દામાલ ખરીદનાર)

પોલીસે કબજે કરેલી વસ્તુઓ:

  • બ્લૂ કલરની રેનોલ્ટ ટ્રાઈબર કાર
  • ચોરી કરેલો કોપર વાયર
  • મોબાઇલ ફોન અને ચોરી કરવા માટે વપરાતા સાધનો
  • કુલ મુદ્દામાલની કિંમત: ₹4,45,170

કાયદાકીય કાર્યવાહી

આરોપીઓ સામે ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(2) હેઠળ ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ ગેંગ અન્ય કોઈ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી છે કે કેમ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઉમરેઠ પેટાચૂંટણી, ક્ષત્રિય Vs ક્ષત્રિય જંગમાં પાટીદારો બનશે ‘કિંગમેકર’, શું ‘બોસ્કી’ ફેક્ટર ભાજપને ફળશે?

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે