Home State Gujarat Umreth Bypoll Strategy: ઉમરેઠ પેટાચૂંટણી, ક્ષત્રિય Vs ક્ષત્રિય જંગમાં પાટીદારો બનશે ‘કિંગમેકર’,...

Umreth Bypoll Strategy: ઉમરેઠ પેટાચૂંટણી, ક્ષત્રિય Vs ક્ષત્રિય જંગમાં પાટીદારો બનશે ‘કિંગમેકર’, શું ‘બોસ્કી’ ફેક્ટર ભાજપને ફળશે?

0
340
Umreth Bypoll Strategy
Umreth Bypoll Strategy

Umreth Bypoll Strategy: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે રાજકીય રીતે અત્યંત રસાકસીભરી બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ક્ષત્રિય ઉમેદવારો મેદાનમાં ઉતારતા હવે આ બેઠક પર હાર-જીતનો દારોમદાર પાટીદાર મતદારો પર આવી ગયો છે. બીજી તરફ, જયંત પટેલ ‘બોસ્કી’ની એન્ટ્રીની અટકળોએ આ જંગને ત્રિપાખિયો બનાવવાની તૈયારી કરી દીધી છે.

Umreth Bypoll Strategy

Umreth Bypoll Strategy: ભાજપનું ‘વારસદાર’ કાર્ડ CMના ભાષણમાં સંકેત

ભાજપે સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપીને સહાનુભૂતિનો દાવ ખેલ્યો છે. તાજેતરમાં યોજાયેલી શક્તિપ્રદર્શન સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

  • ગોવિંદભાઈનો પ્રભાવ: CMએ પોતાના 5 મિનિટના ભાષણમાં સ્વ. ગોવિંદભાઈનું નામ 3 વાર લીધું, જ્યારે ઉમેદવાર હર્ષદનું નામ માત્ર 1 વાર લીધું.
  • વ્યૂહરચના: આ પરથી સ્પષ્ટ જણાય છે કે ભાજપ આ ચૂંટણી હર્ષદના નામે નહીં, પરંતુ ગોવિંદભાઈના કરેલા કાર્યો અને તેમની છબીને કેન્દ્રમાં રાખીને લડી રહી છે.
Umreth Bypoll Strategy

Umreth Bypoll Strategy: કોંગ્રેસનો ‘લોકલ’ ચહેરો અને મુદ્દાઓ પર ફોકસ

કોંગ્રેસે આ વખતે સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરા અને ત્રણ વખત તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા ભૃગુરાજસિંહ ચૌહાણ પર ભરોસો મૂક્યો છે.

  • રણનીતિ: કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી રહી છે.
  • લક્ષ્ય: કોંગ્રેસનો પ્રયાસ ક્ષત્રિય અને મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લીડ મેળવવાનો છે.

Umreth Bypoll Strategy: પાટીદાર મતદારો અસલી ‘કિંગમેકર’

ઉમરેઠમાં અંદાજે 2.74 લાખ મતદારો છે, જેમાં ક્ષત્રિય મતદારો 40-45% અને પાટીદાર મતદારો 20-22% છે.

  • ગણિત: જ્યારે બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવારો ઉતાર્યા હોય, ત્યારે પાટીદાર મતો જે તરફ ઢળશે, તે ઉમેદવારનો વિજય નિશ્ચિત બનશે. જો પાટીદારો ભાજપ સાથે અકબંધ રહે તો કેસરીયો લહેરાશે, પરંતુ જો મતોમાં વિભાજન થયું તો પરિણામ ઉલટું આવી શકે છે.

Umreth Bypoll Strategy: ‘બોસ્કી’ ફેક્ટર ચૂંટણીનો સૌથી મોટો ટ્વિસ્ટ

જયંત પટેલ ‘બોસ્કી’એ ચૂંટણી લડવાની જાહેરાત કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે.

  • અસર: બોસ્કીનો ભાલેજ, ઓડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટો પ્રભાવ છે.
  • કોને ફાયદો?: જો બોસ્કી મેદાનમાં ઉતરે તો તે મુખ્યત્વે કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડી શકે છે, જેનો સીધો અને પરોક્ષ ફાયદો ભાજપને થઈ શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટીને 15 હજારની આસપાસ રહી હતી, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગઢડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ પશુને માર મારવાની નજીવી બાબતે મામલો બિચક્યો, 11 સામે ફરિયાદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે