Home State Gujarat Surat Fire Tragedy:લિંબાયતમાં મકાનમાં ભીષણ આગ લાગતા 4 મહિલા સહિત 5ના મોત,...

Surat Fire Tragedy:લિંબાયતમાં મકાનમાં ભીષણ આગ લાગતા 4 મહિલા સહિત 5ના મોત, ગૂંગળામણથી પરિવારે જીવ ગુમાવ્યા

0
335
Surat Fire Tragedy:
Surat Fire Tragedy:

Surat Fire Tragedy:ડાયમંડ સિટી સુરતના લિંબાયત વિસ્તારમાં આજે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. લિંબાયતની મીઠી ખાડી પાસે આવેલા એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે. મકાનમાં રાખવામાં આવેલા સાડીના જથ્થા અને કેમિકલયુક્ત ફોર્મ શીટને કારણે લાગેલી આગમાં ગૂંગળામણને લીધે 4 મહિલાઓ અને એક માસૂમ બાળકનું કરુણ મૃત્યુ થયું છે.

Surat Fire Tragedy:શોર્ટ સર્કિટ બાદ ધુમાડાના ગોટા ઉઠ્યા

Surat Fire Tragedy

પ્રાપ્ત વિગતો અનુસાર, લિંબાયતના આ મકાનમાં સાડીઓનું પેકિંગ અને કામકાજ ચાલતું હતું. ઘરમાં આશરે 8 ટન સાડીનું મટિરિયલ અને પેકિંગ માટે વપરાતી ફોર્મ શીટનો મોટો જથ્થો પડ્યો હતો. ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થતા તણખા ઝર્યા હતા, જે સીધા ફોર્મ શીટ પર પડ્યા હતા. ફોર્મ શીટમાં આગ લાગતા તેમાંથી ઝેરી કેમિકલયુક્ત ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતામાં આખો રૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો, જેના કારણે ઘરમાં રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.

Surat Fire Tragedy:એક જ પરિવારના 5 સભ્યોના મોત

Surat Fire Tragedy

આ દુર્ઘટનામાં ગૂંગળામણના કારણે મૃત્યુ પામેલા કમનસીબ સભ્યોની યાદી નીચે મુજબ છે:

  1. શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 65)
  2. શબીનાં રમઝાન અલી અંસારી (ઉં.વ. 28)
  3. પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 19)
  4. હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 18)
  5. શુભાન રમઝાન અલી અંસારી (માસૂમ બાળક, ઉં.વ. 4)

ફાયર બ્રિગેડની કામગીરી અને ભયનો માહોલ

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની અનેક ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. મકાનમાં બે ગેસના બાટલા પણ હોવાથી મોટી હોનારતનો ડર હતો, પરંતુ ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ઝેરી ધુમાડાને કારણે પરિવારના પાંચ સભ્યોને બચાવી શકાયા ન હતા. આ ઘટનાને પગલે સમગ્ર લિંબાયત વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આસપાસના રહિશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :બહુચરાજી મેળામાં માતમ: પૂરપાટ ઝડપે આવતી ટ્રકે પદયાત્રીઓના સંઘને કચડ્યો, 2ના મોત અને 7 ગંભીર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે