Tragedy at Olpad Resort: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તળાદ ગામની સીમમાં આવેલા અક્ષય રિસોર્ટમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા સુરતના પાંડેસરા વિસ્તારના એક 22 વર્ષીય આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને ભલભલાના કાળજા કંપી ઉઠશે.
Tragedy at Olpad Resort: શું છે સમગ્ર મામલો?

સુરતના પાંડેસરા, પિયુષ પોઈન્ટ પાસે અંબિકા નિકેતનમાં રહેતો પુરુષોત્તમ અશોકભાઈ ચૌધરી (ઉં.વ. 22) ગત 23 માર્ચના રોજ મિત્રો સાથે ઓલપાડના તળાદ ગામે અક્ષય રિસોર્ટમાં પિકનિક મનાવવા ગયો હતો. બપોરે અંદાજે 2:50 કલાકે તે આનંદ-પ્રમોદ માટે સ્વિમિંગ પૂલમાં કૂદ્યો હતો, પરંતુ તે તેની જિંદગીની છેલ્લી ડૂબકી સાબિત થઈ હતી.
Tragedy at Olpad Resort: મિનિટ સુધી મોત સામે જંગ
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં મોતનો લાઈવ ખેલ જોવા મળી રહ્યો છે:
- ભયાનક દૃશ્યો: યુવક સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવે છે અને ત્યારબાદ તે બહાર નીકળી શકતો નથી.
- બે મિનિટ સુધી તરફડિયાં: વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક પોતાનો જીવ બચાવવા સતત 2 મિનિટ સુધી પાણીમાં હવાતિયાં મારે છે.
- સંવેદનહીનતા કે અજાણતા?: પૂલમાં તેની આસપાસ 25થી વધુ લોકો ન્હાઈ રહ્યા હતા. કેટલાક યુવાનો તો તેની બાજુમાં જ ડૂબકી મારી રહ્યા હતા, છતાં કોઈનું ધ્યાન ગયું નહીં કે યુવક ડૂબી રહ્યો છે.

Tragedy at Olpad Resort: સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો

યુવાન બેભાન હાલતમાં પાણીમાં હોવાનું ધ્યાને આવતા તેને તાત્કાલિક 108 મારફતે ઓલપાડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રિસોર્ટની સુરક્ષા સામે સવાલો
આ ઘટનાએ રિસોર્ટમાં રાખવામાં આવતા ‘લાઈફ ગાર્ડ‘ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. જ્યારે પૂલમાં આટલી મોટી સંખ્યામાં લોકો હોય ત્યારે કોઈ પ્રોફેશનલ લાઈફ ગાર્ડ હાજર કેમ નહોતો?
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : મેટ્રોની ઘોર બેદરકારી! પર્વત પાટિયા પાસે 20 ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા સવાર દંપતી ખાબક્યું, હિટાચીથી બહાર કઢાયા




