Home State Gujarat Surat Metro Trial Run Begins: ડાયમંડ સિટીમાં મેટ્રોનો મંગલ પ્રારંભ ડ્રીમ સિટીથી...

Surat Metro Trial Run Begins: ડાયમંડ સિટીમાં મેટ્રોનો મંગલ પ્રારંભ ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે દોડી ટ્રેન, આજથી ટ્રાયલ રન શરૂ

0
353
Surat Metro Trial Run Begins
Surat Metro Trial Run Begins

Surat Metro Trial Run Begins: સુરતવાસીઓની વર્ષોની પ્રતીક્ષાનો હવે અંત આવી રહ્યો છે. ૧૮ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થયેલું મેટ્રો રેલનું કામ હવે પાટા પર જોવા મળી રહ્યું છે. આજથી ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિ.મી.ના રૂટ પર મેટ્રો ટ્રેનનો સત્તાવાર ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે.

Surat Metro Trial Run Begins: ટ્રાયલ રન અને ટેકનિકલ ચકાસણી

Surat Metro Trial Run Begins

મેટ્રોના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ ૮.૫ કિ.મી.ના વાયડક્ટ (બ્રિજ) અને ટ્રેક બિછાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ટ્રેક્શન પાવર માટે ‘થર્ડ રેલ’ સિસ્ટમ પણ સજ્જ છે. આ ટ્રાયલ રન આશરે ૫૦૦ કલાક સુધી ચાલશે, જેમાં RDSO અને CMRS દ્વારા ઝીણવટભરી સુરક્ષા ચકાસણી કરવામાં આવશે. આ રૂટ પર કુલ ૭ સ્ટેશનોના સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા છે અને હાલ ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે.

Surat Metro Trial Run Begins: સુરત મેટ્રોની ખાસિયતો ડ્રાઈવરલેસ અને હાઈટેક

સુરત મેટ્રો અનેક રીતે ખાસ અને આધુનિક હશે:

  • ટેકનોલોજી: આ ટ્રેનો ‘ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમ’થી સજ્જ હશે.
  • ઝડપ: મેટ્રોની મહત્તમ ગતિ પ્રતિ કલાક ૮૦ કિ.મી. ની રહેશે.
  • ઈન્ટિરિયર: કોચની અંદર સુરતની ઓળખ સમાન ડાયમંડ શેપ, ટેક્સટાઈલ ઉદ્યોગ અને ગરબાની થીમ જોવા મળશે.
  • સુરક્ષા: દરેક ટ્રેન ૩ કોચની હશે, જેમાં સીસીટીવી અને ફાયર ડિટેક્શન સિસ્ટમ રિયલ-ટાઇમ મોનિટરિંગ સાથે જોડાયેલી હશે.

Surat Metro Trial Run Begins: ભાડાનું માળખું રિક્ષા કરતાં સસ્તી મુસાફરી

Surat Metro Trial Run Begins

મુસાફરો માટે મેટ્રો કિફાયતી રહે તે માટે પ્રસ્તાવિત ભાડું તૈયાર કરાયું છે:

  • ૧ થી ૩ સ્ટેશન વચ્ચેનું ભાડું માત્ર ૧૦ રાખવાની દરખાસ્ત છે.
  • ૨૦ કે તેથી વધુ સ્ટેશનની લાંબી મુસાફરી માટે મહત્તમ ૪૦ ભાડું હોઈ શકે છે. જોકે, અંતિમ નિર્ણય ઓપરેટિંગ વિભાગની રચના પછી સંચાલન ખર્ચ અને સરકારી સબસિડીને આધારે લેવાશે.

Surat Metro Trial Run Begins: ક્યારે શરૂ થશે ફૂલ-ફ્લેઝ્ડ સર્વિસ?

છેલ્લા ૫ વર્ષથી ચાલી રહેલી કામગીરીને કારણે ટ્રાફિક અને ધંધા-રોજગારમાં જે મુશ્કેલી પડી છે, તેનો ઉકેલ ટૂંક સમયમાં આવશે. મેટ્રોના અધિકારીઓના મતે, જૂન ૨૦૨૬ સુધીમાં સુરત મેટ્રો સંપૂર્ણ રીતે ધમધમતી થઈ જશે. મેટ્રોના બે કોરિડોર (ડ્રીમ સિટી થી સરથાણા અને સારોલી થી ભેંસાણ) મળીને કુલ ૪૦.૪૫ કિ.મી.ના રૂટ પર સુરતીઓ મેટ્રોની સવારી કરી શકશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ’મન કી બાત’ વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે PM મોદીનો હિંમતભર્યો સંદેશ; ‘ભારત કોઈ પણ પડકારને પહોંચી વળવા સક્ષમ’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે