Iran on Brink of Bankruptcy: એક તરફ અમેરિકા અને ઈઝરાયલ સાથે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઈરાનની અંદર સત્તાનો મોટો જંગ શરૂ થયો છે. ‘ઈરાન ઈન્ટરનેશનલ’ના અહેવાલ મુજબ, ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાન અને IRGC ના ચીફ કમાન્ડર અહેમદ વાહિદી વચ્ચે યુદ્ધની વ્યુહરચના અને દેશની કથળતી સ્થિતિને લઈને ગંભીર વિખવાદ સર્જાયો છે.
Iran on Brink of Bankruptcy: રાષ્ટ્રપતિ શાંતિના પક્ષમાં, સેના યુદ્ધના મૂડમાં

રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું માનવું છે કે ઈરાન હવે વધુ યુદ્ધ સહન કરી શકે તેમ નથી. તેમણે પડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ માફી માંગીને સીઝફાયર (યુદ્ધવિરામ) કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ IRGC આ વાત માનવા તૈયાર નથી અને જંગને વધુ ખેંચવા માંગે છે. રાષ્ટ્રપતિએ તમામ એક્ઝિક્યુટિવ પાવર સરકારને સોંપવાની માંગ કરી હતી, જેને કમાન્ડર વાહિદીએ સરેઆમ ફગાવી દીધી છે.
Iran on Brink of Bankruptcy: ૩ અઠવાડિયામાં દેશ થઈ શકે છે કંગાળ
રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યુદ્ધ ન અટક્યું તો આગામી ત્રણ અઠવાડિયામાં ઈરાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. ઈરાનની વર્તમાન સ્થિતિ અત્યંત ગંભીર છે:

- મોંઘવારીનો દર: યુદ્ધ પહેલા જ મોંઘવારી 115% પર પહોંચી ગઈ હતી.
- બેંકિંગ સિસ્ટમ ઠપ: અનેક શહેરોમાં ATM માં રોકડ નથી અને ઓનલાઈન સેવાઓ બંધ થઈ રહી છે.
- પગાર સંકટ: સરકારી કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી.
Iran on Brink of Bankruptcy: સત્તા પલટાના સંકેત?
ઈઝરાયેલના મીડિયા અહેવાલો મુજબ, ઈરાની શાસનમાં પડેલી આ તિરાડનો લાભ ઉઠાવીને ત્યાંની સત્તા ઉથલાવી પાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હિલચાલ તેજ થઈ છે. IRGC એ આ આર્થિક સ્થિતિ માટે સરકારના નબળા સુધારાને જવાબદાર ઠેરવ્યા છે. હવે બધો જ આધાર ઈરાનની જનતા પર છે કે તેઓ આ સંઘર્ષમાં કોનો સાથ આપે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનું મંથન; જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાત ઝોનની બેઠક




