Bengal Politics: પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોલકાતામાં મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ એક વિસ્તૃત ‘ચાર્જશીટ’ જાહેર કરી છે. શાહે આક્ષેપ કર્યો હતો કે આ ચાર્જશીટમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના છેલ્લા 15 વર્ષના ભ્રષ્ટાચાર અને અરાજકતાના કાળા કામોનો ચિત્તાર આપવામાં આવ્યો છે.
Bengal Politics: “મમતા દીદી હંમેશા વિક્ટિમ કાર્ડ રમે છે”

અમિત શાહે મમતા બેનર્જીની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મમતા દીદી જનતાની સહાનુભૂતિ મેળવવા માટે ‘વિક્ટિમ કાર્ડ’ રમે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે:
- “ક્યારેક તેઓ પગ ભંગાવે છે, તો ક્યારેક માથા પર પાટો બંધાવે છે.”
- “ક્યારેક તેઓ બીમાર પડી જાય છે, તો ક્યારેક ચૂંટણી પંચને અપશબ્દો કહે છે.” ગૃહમંત્રીએ યાદ અપાવ્યું કે 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમને પગમાં ઈજા થઈ હતી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમને માથામાં ઈજા થઈ હતી, પરંતુ હવે બંગાળની જનતા આ રાજનીતિ સમજી ગઈ છે.
Bengal Politics: રાષ્ટ્રીય સુરક્ષા અને ઘૂસણખોરીનો મુદ્દો

શાહે બંગાળની ચૂંટણીને દેશની સુરક્ષા સાથે જોડતા ત્રણ મહત્વની વાતો કરી હતી:
- ઘૂસણખોરી: તેમણે દાવો કર્યો કે આસામમાં ભાજપ સરકાર આવ્યા બાદ ઘૂસણખોરી બંધ થઈ ગઈ છે, પરંતુ બંગાળમાં મમતા સરકાર ઘૂસણખોરોને રક્ષણ આપી રહી છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
- ભ્રષ્ટાચારની પ્રયોગશાળા: શાહે આક્ષેપ કર્યો કે TMC ના શાસનમાં બંગાળ ભ્રષ્ટાચારની પ્રયોગશાળા બની ગયું છે અને અહીં ગુનાહિત સિન્ડિકેટ ચાલી રહ્યા છે.
- બેરોજગારી અને ઉદ્યોગો: વિકાસના અભાવે બંગાળ ઉદ્યોગો માટે ‘કબ્રસ્તાન’ બની ગયું છે અને લોકો બેરોજગારીના ડરમાં જીવી રહ્યા છે.
“આ ચૂંટણી ભયમુક્તિની લડાઈ છે”
અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે બંગાળની જનતાએ ભાજપને પ્રચંડ બહુમતી સાથે ચૂંટવાનું મન બનાવી લીધું છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તન માટે નથી, પરંતુ લોકોની મિલકત, આઝાદી અને નોકરી ગુમાવવાના ભયમાંથી મુક્તિ મેળવવાની લડાઈ છે.
આ પણ વાંચો :જોજિલા પાસ પર કુદરતનો પ્રકોપ: શ્રેણીબદ્ધ હિમસ્ખલનમાં 7ના મોત, ડઝનબંધ વાહનો બરફ નીચે દબાયા




