Home State Gujarat Ahmedabad News:મમતા લાજી: અમદાવાદમાં અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડી, પાપ છુપાવવા...

Ahmedabad News:મમતા લાજી: અમદાવાદમાં અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડી, પાપ છુપાવવા માતાએ ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું!

0
328
Ahmedabad News
Ahmedabad News

Ahmedabad News:શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની અઢી મહિનાની માસૂમ દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ તેને બચાવવાને બદલે, પોતાની ભૂલ છુપાવવા માટે માતાએ ટાંકીનું ઢાંકણું બંધ કરી ઉપર તગારું મૂકી દીધું હતું. આ મામલે અમરાઈવાડી પોલીસે નિર્દયી માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Ahmedabad News:શું હતી સમગ્ર ઘટના?

Ahmedabad News

અમરાઈવાડીના સિદ્ધેશ્વરી નગરમાં રહેતા અને લેથ મશીન ઓપરેટર તરીકે કામ કરતા દીપક મકવાણાએ પોતાની પત્ની મોનિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દીપક જ્યારે ગેસ સિલિન્ડર બુક કરાવવા લાઈનમાં ઉભો હતો, ત્યારે પડોશીએ ફોન કરીને જાણ કરી કે ઘરે કંઈક અઘટિત બન્યું છે. દીપક ઘરે પહોંચ્યો ત્યારે બાળકી પાણીમાં પડી હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

Ahmedabad News:માતાની કબૂલાત: “આરોપ ન આવે એટલે ઢાંકણું બંધ કર્યું”

બાળકીના મોત બાદ પત્ની મોનિકાએ રડતા-રડતા પતિ સામે જે હકીકત જણાવી તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. મોનિકાએ કબૂલ્યું કે:

  • તે ઉપરના માળે પાણી ચઢાવવા મોટરની સ્વીચ પાડવા નીચે ગઈ ત્યારે દીકરી તેની પાસે હતી.
  • અચાનક પગ લપસતા દીકરી તેના હાથમાંથી છટકીને સીધી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી.
  • દીકરીને બહાર કાઢવાને બદલે તે ગભરાઈ ગઈ હતી કે તેના પર આરોપ આવશે.
  • પોતાનો ગુનો છુપાવવા તેણે ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું અને તેની ઉપર તગારું મૂકી દીધું જેથી કોઈને ખબર ન પડે.

પતિએ નોંધાવી ફરિયાદ, પત્ની જેલહવાલે

પોતાની જ દીકરીને બચાવવાને બદલે મોતના મોઢામાં ધકેલી દેનાર પત્નીની કરતૂત જાણીને પતિ દીપકે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. પત્નીના બદઈરાદા અને બેદરકારીને કારણે બાળકીનું મોત નીપજ્યું હોવાનું જણાતા પોલીસે આકરી કલમો હેઠળ ગુનો દાખલ કરી મોનિકાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :શરૂઆત પહેલા જ CSKને મોટો ઝટકો, સ્નાયુમાં ખેંચાણને કારણે ધોની શરૂઆતની મેચોમાંથી બહાર!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે