UCC in Gujarat:ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આજે એક નવું પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક રજૂ કરશે. ઉત્તરાખંડ બાદ આ કાયદો અમલમાં મૂકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દિવસને ગુજરાત માટે ‘સોનેરી દિવસ’ ગણાવ્યો છે.
UCC in Gujarat:UCC ડ્રાફ્ટની મુખ્ય જોગવાઈઓ:
૧. લગ્ન નોંધણી હવે ફરજિયાત:
- રાજ્યમાં થતા તમામ લગ્નોની નોંધણી (Registration) કરાવવી હવે અનિવાર્ય બનશે.
- જો લગ્નની નોંધણી નહીં કરાવવામાં આવે તો ₹10,000 થી ₹25,000 સુધીનો દંડ થઈ શકે છે.
- જોકે, નોંધણી વગર પણ લગ્ન માન્ય ગણાશે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે.
૨. સમાન વારસાઈ હક:
- જો કોઈ વ્યક્તિ વસિયતનામું (Will) કર્યા વગર મૃત્યુ પામે, તો તેની મિલકતની વહેંચણીમાં મોટો ફેરફાર થશે.
- હવેથી મૃતકની મિલકતમાં માતા-પિતા, પત્ની/પતિ અને બાળકો – તમામનો સમાન હિસ્સો રહેશે.
UCC in Gujarat:કેમ મહત્વનું છે આ બિલ?

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદી પછી પણ અલગ-અલગ વ્યક્તિગત કાયદાઓને કારણે બહેનો અને દીકરીઓએ ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. UCC અમલમાં આવવાથી:
- લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા મુદ્દાઓમાં ધર્મ કે જ્ઞાતિને બદલે તમામ નાગરિકો માટે એકસમાન કાયદો લાગુ થશે.
- મહિલાઓને સામાજિક ન્યાય અને સમાન અધિકારો પ્રાપ્ત થશે.
વિધાનસભાનું આજનું અન્ય કામકાજ:
UCC બિલ ઉપરાંત, ગૃહમાં નીચે મુજબના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે:
- ગુજરાત વિનિયોગ વિધેયક: રાજ્યના નાણાકીય ખર્ચ અને બજેટને લગતી જોગવાઈઓ રજૂ થશે.
- પ્રશ્નોત્તરી કાળ: મહેસૂલ, માર્ગ-મકાન, નર્મદા કલ્પસર અને માહિતી-પ્રસારણ જેવા વિભાગોના પ્રશ્નોના મંત્રીઓ જવાબ આપશે.
- મિશન લાઈફ (Mission LiFE): પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન રોકવાના મુદ્દાઓ પર ખાસ ચર્ચા યોજાશે.




