Home Stock Market StockMarketUpdate :શેરબજારમાં ‘ટ્રમ્પ કાર્ડ’ ચાલ્યું: સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઉછાળો, ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવમાં...

StockMarketUpdate :શેરબજારમાં ‘ટ્રમ્પ કાર્ડ’ ચાલ્યું: સેન્સેક્સમાં 650 પોઈન્ટનો ઉછાળો, ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવમાં વિરામથી બજારમાં હરિયાળી

0
256
StockMarketUpdate

StockMarketUpdate :ભારતીય શેરબજાર માટે આજનો દિવસ (24 માર્ચ) ખૂબ જ પોઝિટિવ રહ્યો છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા સારા સંકેતોને કારણે ભારતીય શેરબજારના બંને મુખ્ય ઈન્ડેક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલી આ તેજી પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન મુખ્ય કારણ માનવામાં આવે છે.

StockMarketUpdate :બજારની આજની સ્થિતિ:

StockMarketUpdate
  • સેન્સેક્સ: 650 પોઈન્ટ (0.88%) ના ઉછાળા સાથે 73,300 ના સ્તરે ટ્રેડિંગ.
  • નિફ્ટી: 200 પોઈન્ટ (0.86%) વધીને 22,700 ની સપાટી વટાવી.
  • ટોપ સેક્ટર્સ: બેન્કિંગ અને ઓટોમોબાઈલ શેર્સમાં રોકાણકારોની ભારે લેવાલી.

StockMarketUpdate: કેમ આવી અચાનક તેજી? (ટ્રમ્પ કનેક્શન)

શેરબજારમાં આવેલી આ તેજીનું સીધું કનેક્શન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેના વિવાદમાં ઈરાની પાવર પ્લાન્ટ્સ પર થનારા સૈન્ય હુમલાને હાલ 5 દિવસ માટે ટાળી દેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત બાદ આ નિર્ણય લેવાયો છે, જેનાથી યુદ્ધનો ખતરો હાલ પૂરતો ટળ્યો હોવાનું અનુભવાતા રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.

StockMarketUpdate

ક્રૂડ ઓઈલ અને ઈંધણની સ્થિતિ

image 47

યુદ્ધમાં વિરામના સમાચાર વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે:

  • બ્રેન્ટ ક્રૂડ 4% વધીને 104 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે.
  • જોકે, ગઈકાલે ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઈલ 113 ડોલરથી ઘટીને 100 ડોલરની નીચે આવી ગયું હતું, પણ આજે ફરી તેમાં આંશિક તેજી જોવા મળી છે.

વૈશ્વિક બજારોની સ્થિતિ:

ભારતની સાથે એશિયન અને અમેરિકી બજારોમાં પણ ગ્રીન સિગ્નલ જોવા મળ્યું છે:

  • એશિયા: જાપાનનો નિકેઈ 0.77%, સાઉથ કોરિયાનો કોસ્પી 1.74% અને ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ 0.95% વધ્યા છે.
  • અમેરિકા: 23 માર્ચના રોજ ડાઉ જોન્સ 631 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો, જેની પોઝિટિવ અસર આજે ભારતીય બજાર પર પડી છે.

આ પણ વાંચો :કોલંબિયામાં સેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ: 66 જવાનોના કમકમાટીભર્યા મોત, ટેક-ઓફની ગણતરીની મિનિટોમાં સર્જાઈ દુર્ઘટના

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે