HomeDeshFrom CM to PM: ઐતિહાસિક સિદ્ધિ નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય...

From CM to PM: ઐતિહાસિક સિદ્ધિ નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી ‘સરકારના વડા’ રહેનાર નેતા બન્યા

From CM to PM: ભારતના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સંયુક્ત રીતે સૌથી વધુ દિવસો સુધી સત્તા સંભાળવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

From CM to PM

From CM to PM: 8,931 દિવસનો અવિરત પ્રવાસ

22 માર્ચ, 2026 સુધીમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે કુલ 8,931 દિવસ પૂર્ણ કર્યા છે.

  • ગુજરાતના CM તરીકે: 7 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમવાર ધારાસભ્ય બન્યા વગર મુખ્યમંત્રી બનેલા મોદીએ 14 વર્ષ સુધી ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું.
  • દેશના PM તરીકે: સતત ત્રીજી ટર્મમાં સેવા આપી રહેલા મોદીએ વડાપ્રધાન તરીકે અત્યાર સુધીમાં 4,318 દિવસ પૂર્ણ કર્યા છે.
From CM to PM

From CM to PM: મોટા નેતાઓને પાછળ છોડ્યા

આ સફર દરમિયાન નરેન્દ્ર મોદીએ અનેક દિગ્ગજ નેતાઓના રેકોર્ડ તોડ્યા છે:

  1. પવન કુમાર ચામલિંગ: 8,930 દિવસ (CM તરીકે) નો રેકોર્ડ તૂટ્યો.
  2. ઈન્દિરા ગાંધી: પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના 4,077 દિવસના કાર્યકાળને પીએમ મોદી પહેલેથી જ વટાવી ચૂક્યા છે અને હવે તેઓ ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન છે.
  3. જવાહરલાલ નહેરુ: વડાપ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ હજુ પણ નેહરુ (6,126 દિવસ) ના નામે છે, જેનાથી મોદી હાલ 1,812 દિવસ પાછળ છે.
From CM to PM

From CM to PM: શૂન્યમાંથી સર્જન સુધીની સફર

માત્ર 8 વર્ષની ઉંમરે RSS સાથે જોડાયેલા નરેન્દ્ર મોદીએ 51 વર્ષની ઉંમરે સક્રિય સત્તાકીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો અનુભવ ધરાવતા તેઓ દેશના પ્રથમ એવા વડાપ્રધાન છે જેઓ વહીવટી તંત્રના પાયાના સ્તરથી ટોચ સુધી પહોંચ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ: ‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર પરમાણુ મથકો નષ્ટ કરી દઈશું’

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments