Home Desh Tragedy Near Chotila: માતાજીના દર્શન કરી પરત ફરતા ઠાકોર પરિવારના બે સભ્યોના...

Tragedy Near Chotila: માતાજીના દર્શન કરી પરત ફરતા ઠાકોર પરિવારના બે સભ્યોના મોત, વાહનોનો કચ્ચરઘાણ

0
358
Tragedy Near Chotila
Tragedy Near Chotila

Tragedy Near Chotila:  રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે આજે વહેલી સવારે રક્તરંજિત બન્યો છે. ચોટીલાથી માત્ર 7 કિમી દૂર જોલી એન્જોય વોટરપાર્ક પાસે કાર, ટ્રક અને પીકઅપ વાન વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Tragedy Near Chotila: કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, હાઈવે પર ઉભેલા એક ટ્રકની પાછળ પહેલા એક પીકઅપ વાન ધડાકાભેર અથડાઈ હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ વાહનો સાથે કાળ બનીને ભટકાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ત્રણેય વાહનોના કુરચેકુરચા બોલી ગયા હતા.

Tragedy Near Chotila

Tragedy Near Chotila: દર્શન કરી પરત ફરતા નડ્યો કાળ

અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. ભક્તિભાવ સાથે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ માર્ગમાં કાળ ભેટ્યો હતો.

  • મૃતકો: સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (28 વર્ષ) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (16 વર્ષ).
  • ઇજાગ્રસ્તો: હર્ષદભાઈ ઠાકોર, કલ્પેશભાઈ ઠાકોર અને 3 વર્ષનો માસૂમ દિવ્યાંશ. તમામની હાલત નાજુક હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા છે.

પોલીસે ક્રેનની મદદથી વાહનો હટાવી હાઈવે પરનો ટ્રાફિક હળવો કર્યો હતો.

Tragedy Near Chotila: કેશોદમાં દારૂ ભરેલી ઇનોવા પલટી, ફિલ્મી ઢબે પીછો

Tragedy Near Chotila

જૂનાગઢના કેશોદ પંથકમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરો પર લાલ આંખ કરી છે. મંગલપુર ફાટક પાસે પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ઇનોવા કાર પલટી મારી ગઈ હતી.

  • નુકસાન અને ઇજા: કારમાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો છે. અકસ્માતમાં 3 બુટલેગરો દબાઈ જવાથી ઇજાગ્રસ્ત થયા છે.
  • ફરાર: બે શખ્સો પોલીસને હાથતાળી આપી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા છે.

વધુ સમાચાર વાંચવા અંહી ક્લિક કરો : મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડ્યો, યુવકનું મોઢું છુંદાઈ જતાં લોહીની નદીઓ વહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે