Horrific Accident in Ahmedabad BRTS Track: શહેરમાં પ્રતિબંધિત BRTS ટ્રેકમાં વાહન ચલાવવાની લાલચ વધુ એક યુવક માટે કાળ સાબિત થઈ છે. જશોદાનગરથી CTM એક્સપ્રેસ હાઈવે તરફ જતાં BRTS ટ્રેકમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં બસની અડફેટે આવેલા મોપેડ ચાલકની હાલત અત્યંત નાજુક છે. નજરે જોનારાઓના મતે આ દ્રશ્યો એટલા ભયાનક હતા કે કોઈની પણ કંપારી છૂટી જાય.

Horrific Accident in Ahmedabad BRTS Track: ૬૦ ફૂટ સુધી ઢસડાયો યુવક
મળતી માહિતી મુજબ, એક યુવક પોતાનું મોપેડ લઈને નિયમ વિરુદ્ધ BRTS ટ્રેકમાં ઘુસ્યો હતો. આ દરમિયાન પાછળથી આવતી પૂરઝડપે BRTS બસે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે:
- ટક્કર વાગતાની સાથે જ યુવક મોપેડ સાથે રોડ પર ૫૦ થી ૬૦ ફૂટ સુધી ઢસડાયો હતો.
- યુવકનું મોઢું રસ્તા પર ઘસાવાને કારણે સંપૂર્ણપણે છૂંદાઈ ગયું હતું અને ઘટનાસ્થળે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.
- અકસ્માતમાં મોપેડનો આગળનો ભાગ પણ કચડાઈને અલગ થઈ ગયો હતો.
Horrific Accident in Ahmedabad BRTS Track: સ્થાનિકોની મદદ અને પોલીસ તપાસ

અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. યુવકની ગંભીર હાલત જોઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેના મારફતે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બસ ચાલક વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Horrific Accident in Ahmedabad BRTS Track: નિયમોનું ઉલ્લંઘન પડી રહ્યું છે ભારે
અમદાવાદમાં BRTS ટ્રેકમાં ખાનગી વાહનો ચલાવવા પર સખત પ્રતિબંધ હોવા છતાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં વાહનચાલકો ટ્રાફિકથી બચવા ટ્રેકનો ઉપયોગ કરે છે. આ બેદરકારીને કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. પોલીસ ફરી એકવાર નાગરિકોને અપીલ કરી રહી છે કે શોર્ટકટના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ન મૂકે.
બીજા સમાચાર જોવા માટે અંહી ક્લિક કરો : વેબ સિરીઝ ‘રાખ’નો ફર્સ્ટ લુક આઉટ: અલી ફઝલ પહેલીવાર પોલીસના અવતારમાં, સોનાલી બેન્દ્રેએ સ્ક્રિપ્ટને ગણાવી ‘જબરદસ્ત’




