EC Press Conference Today: દેશના રાજકીય ફલક પર આજે સૌથી મોટો દિવસ છે. ચૂંટણી પંચ આજે સાંજે 4 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે.
EC Press Conference Today: બેઠક અને તબક્કાવાર ચૂંટણીની શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુમાં સુરક્ષા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બે તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જ્યારે કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં ચૂંટણી પતી જાય તેવી ધારણા છે.
EC Press Conference Today: મતદાર યાદીમાં મોટો ફેરફાર: લાખો નામ કપાયા
SIR (Special Summary Revision) પ્રક્રિયા બાદ મતદાર યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે:
- તમિલનાડુ: સૌથી વધુ 74 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.
- પશ્ચિમ બંગાળ: અહીં પણ અંદાજે 58 લાખ લોકોના નામ કાપવામાં આવ્યા છે.
- કેરળમાં 8 લાખ અને આસામમાં 2 લાખ નામ દૂર કરાયા છે.
પાંચ રાજ્યોની વર્તમાન રાજકીય સ્થિતિ અને પડકારો
| રાજ્ય | વર્તમાન સ્થિતિ | મુખ્ય પડકાર / મુદ્દો |
| પશ્ચિમ બંગાળ | TMC (મમતા બેનર્જી) | મમતા બેનર્જી સતત ચોથીવાર CM બનીને ઈતિહાસ રચવા મેદાનમાં છે, સામે BJP મુખ્ય પડકાર છે. |
| આસામ | BJP (હિમંતા બિસ્વા સરમા) | ભાજપનો ‘મિશન 100+’ નો ટાર્ગેટ. કોંગ્રેસે 10 પક્ષો સાથે ગઠબંધન કરી મોરચો માંડ્યો છે. |
| તમિલનાડુ | DMK (એમ.કે. સ્ટાલિન) | છેલ્લા 60 વર્ષથી અહીં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK પર સૌની નજર રહેશે. |
| કેરળ | LDF (પીનરાઈ વિજયન) | ડાબેરીઓનો ગઢ. BJP અહીં પ્રથમવાર વિધાનસભા બેઠક જીતીને ખાતું ખોલવા એડીચોટીનું જોર લગાવશે. |
| પુડુચેરી | AINRC-BJP ગઠબંધન | ભાજપ સીધી રીતે સત્તામાં ભાગીદાર છે. કોંગ્રેસ-DMK ગઠબંધન સત્તા વાપસી માટે પ્રયત્નશીલ છે. |
આ પણ વાંચો :ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ‘ઓપરેશન DIGGI-2’ માં એક આતંકી ઠાર, પૂંછમાં ફરજ દરમિયાન જેસીઓ શહીદ




