From Gas to Stoves:રસોડામાં ફરી દેશી ચૂલા અને કોલસાની સગડીનો યુગ પાછો આવ્યો, ઇન્ડક્શન માટે લાંબુ વેઇટિંગ

    0
    314

    From Gas to Stoves:યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર હવે ગુજરાતના રસોડા સુધી પહોંચી છે. રાજ્યભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ખોરવાતા હોટલ-રેસ્ટોરન્ટ અને હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે જ્યાં ગેસ મળે છે ત્યાં ભાવ ₹4000 સુધી પહોંચ્યા છે, જેના વિકલ્પ તરીકે લોકો હવે ઇન્ડક્શન અને કોલસાની સગડી તરફ વળ્યા છે.

    From Gas to Stoves

    From Gas to Stoves: L.D. એન્જિનિયરિંગમાં સળગ્યા લાકડાના ચૂલા

    રાજ્યની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં 700 જેટલા વિદ્યાર્થીઓના ભોજન માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા શરૂ કર્યા છે.

    • નવો પડકાર: મેસ સંચાલક નરેશ જોશીએ જણાવ્યું કે, “ગેસ મળતો નથી, એટલે હવે રસોઈ બનાવવા માટે સવારે 7 ને બદલે 5 વાગ્યે જાગવું પડે છે જેથી સમયસર જમવાનું મળી રહે.”
    • વિદ્યાર્થીઓની ચિંતા: જો આ સ્થિતિ લાંબી ચાલે અને મેસ બંધ થાય તો બહાર જમવાનો ખર્ચ વધી શકે છે, જેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ અને બજેટ પર પડશે.

     From Gas to Stoves:કોલસાની સગડી માટે 15 દિવસનું વેઇટિંગ

    રાજકોટમાં કોમર્શિયલ ગેસના વિકલ્પ તરીકે હોટલ અને રેસ્ટોરન્ટ ધારકો કોલસાની સગડી ખરીદવા ઉમટી પડ્યા છે.

    • માંગમાં ઉછાળો: જે દુકાનેથી રોજની 10-15 સગડી વેચાતી હતી, ત્યાં હવે 80 થી વધુ ગ્રાહકો આવે છે.
    • વેઇટિંગ: સગડી બનાવવામાં સમય લાગતો હોવાથી 15 થી 20 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
    • ભાવ વધારો: સગડીના મટીરિયલ અને મજૂરી ખર્ચ વધતા જે સગડી ₹1000 માં મળતી હતી, તે હવે ₹2000 માં વેચાઈ રહી છે.
    From Gas to Stoves

    From Gas to Stoves: ઇન્ડક્શન સ્ટવ આઉટ ઓફ સ્ટોક

    સુરત અને વડોદરામાં ગેસના જોડાણ સામે લોકો ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સ્ટવ લેવા દોડી રહ્યા છે.

    • સુરત: અહીં ઇન્ડક્શન લેવા માટે 10 દિવસનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. વેપારીઓ પાસે સ્ટોક શૂન્ય થઈ ગયો છે.
    • વડોદરા: ઇન્ડક્શનની માંગમાં 30% થી વધુનો ઉછાળો આવ્યો છે. લોકો ઓનલાઇન પણ મટીરિયલ શોધી રહ્યા છે પરંતુ કંપનીઓ પુરવઠો પહોંચાડી શકતી નથી.

    From Gas to Stoves: બજારની વર્તમાન સ્થિતિ એક નજરે

    શહેરવસ્તુસ્થિતિ
    રાજકોટકોલસાની સગડી15 દિવસનું વેઇટિંગ, ભાવ બમણા
    સુરતઇન્ડક્શન સ્ટવ10 દિવસનું વેઇટિંગ, સ્ટોક શૂન્ય
    અમદાવાદગેસ સિલિન્ડર₹3000 થી ₹4000 માં કાળાબજારી
    વડોદરાઇન્ડક્શન સ્ટવમાંગમાં 10 ગણો ઉછાળો

    વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડૉક્ટરનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત: સુસાઈડ નોટમાં ‘મેન્ટલી ડિસ્ટર્બ’ હોવાનો ઉલ્લેખ

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે