HomeWeather ForecastWeather Update:ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીની શક્યતા: તાપમાન ઘટશે, 18-19 માર્ચે...

Weather Update:ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીની શક્યતા: તાપમાન ઘટશે, 18-19 માર્ચે માવઠાંની આગાહી

Weather Update:ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ દઝાડતી ગરમી સહન કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, આ રાહતની સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી પણ કરી છે.

Weather Update:તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત અનેક શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. 14 માર્ચથી લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળવાનું શરૂ થઈ ગયું છે. પવનની ગતિ અને દિશા બદલાતા હવે ગરમીનો પ્રકોપ થોડો ઓછો જણાશે.

Weather Update:કયા જિલ્લામાં છે કમોસમી વરસાદની આગાહી?

Weather Update

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે 18 અને 19 માર્ચે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે:

  • 18 માર્ચ: કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના.
  • 19 માર્ચ: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી.

હીટવેવની પણ ચેતવણી

Weather Update

એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર રહેશે. આગામી 24 કલાક માટે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનને કારણે બફારો પણ અનુભવાઈ શકે છે.

આપણ વાંચો :ઘરકંકાસમાં પતિ બન્યો હેવાન, બકરાવાડીમાં પત્ની પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments