HomeGujaratMehsana NEWS: લોકડાયરામાં PI પર બુટલેગરે નોટો વરસાવી, વીડિયો વાયરલ થતા SPએ...

Mehsana NEWS: લોકડાયરામાં PI પર બુટલેગરે નોટો વરસાવી, વીડિયો વાયરલ થતા SPએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા

Mehsana NEWS: પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠના અનેક કિસ્સાઓ ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ મહેસાણાના કટોસણ ગામે એક લોકડાયરામાં જે દ્રશ્યો સર્જાયા તેણે પોલીસ વિભાગની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે. સ્ટેજ પર હાજર સાંથલ PI પર બુટલેગરોએ જાહેરમાં ચલણી નોટોનો વરસાદ કરતા, મહેસાણા SPએ કડક પગલાં ભરી PIને સસ્પેન્ડ કરી દીધા છે.

Mehsana NEWS: શું હતી સમગ્ર ઘટના?

Mehsana NEWS

ગત 6 માર્ચના રોજ મહેસાણાના કટોસણ ગામમાં આવડ અને શક્તિ માતાજીના પાટોત્સવ નિમિત્તે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંથલ પોલીસ સ્ટેશનના PI એમ.એમ. વરચંદને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડાયરા દરમિયાન જ્યારે PI મંચ પર બિરાજમાન હતા, ત્યારે જ ગામના અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બે બુટલેગરો સ્ટેજ પર આવ્યા હતા અને PI પર નોટોનો વરસાદ શરૂ કર્યો હતો.

Mehsana NEWS: સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

PI પર બુટલેગરો દ્વારા નોટો વરસાવવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે બુટલેગરો કોઈપણ ડર વગર પોલીસ અધિકારી પર નોટો ઉડાવી રહ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસની છબી ખરડાતા ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચી હતી.

Mehsana NEWS: SPની કડક કાર્યવાહી: PI સસ્પેન્ડ

મામલાની ગંભીરતાને ધ્યાને લઈને મહેસાણા જિલ્લા પોલીસ વડા (SP) હિમાંશુ સોલંકીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.

  • એક્શન: 9 માર્ચના રોજ SPએ PI એમ.એમ. વરચંદને બોલાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર આપ્યો હતો.
  • SPનું નિવેદન: “બુટલેગરો દ્વારા અધિકારી પર નોટોનો વરસાદ કરવો એ અત્યંત ગંભીર બાબત છે. વીડિયોની ખરાઈ કર્યા બાદ અમે પીઆઈને સસ્પેન્ડ કર્યા છે અને આ મામલે હજુ વધુ તપાસ ચાલી રહી છે.”

બુટલેગરો સામે પણ તપાસનો સકંજો

આ ઘટનાને કારણે માત્ર સાડા ત્રણ મહિનાથી ફરજ બજાવતા PIની કારકિર્દી પર જોખમ આવ્યું છે. બીજી તરફ, પોલીસ હવે એ તપાસ પણ કરી રહી છે કે આ બુટલેગરો સાથે પોલીસના અન્ય કોઈ સંબંધો હતા કે કેમ.

આ પણ વાંચો :ST બસમાં કિન્નરનો આતંક, પૈસા બાબતે મુસાફરોને જાહેરમાં માર માર્યો; બસ પોલીસ મથકે પહોંચી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments