Home Desh Rajya Sabha Elections: રાજ્યસભા ચૂંટણી: 10 રાજ્યોની 37 બેઠકોમાંથી 26 પર ઉમેદવારો...

Rajya Sabha Elections: રાજ્યસભા ચૂંટણી: 10 રાજ્યોની 37 બેઠકોમાંથી 26 પર ઉમેદવારો બિનહરીફ, હવે 11 બેઠકો પર જામશે જંગ

0
307
Rajya Sabha Elections

Rajya Sabha Elections: દેશના 10 રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની 37 બેઠકો માટેની ચૂંટણીના ચિત્રમાં મોટો વળાંક આવ્યો છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ સાત રાજ્યોની 26 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ યાદીમાં શરદ પવાર, વિનોદ તાવડે અને અભિષેક મનુ સિંઘવી જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.

Rajya Sabha Elections: મોટા ગજાના નેતાઓ હવે સીધા સંસદમાં

Rajya Sabha Elections

ઘણા રાજ્યોમાં વિરોધ પક્ષોએ સંખ્યાબળના અભાવે ઉમેદવારો ઊભા ન રાખતા આ પ્રક્રિયા સરળ બની હતી. બિનહરીફ ચૂંટાયેલા મુખ્ય નેતાઓ:

  • મહારાષ્ટ્ર: શરદ પવાર (NCP-SP), રામદાસ આઠવલે, વિનોદ તાવડે (BJP) અને પાર્થ પવાર (NCP).
  • તેલંગાણા: પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ).
  • પશ્ચિમ બંગાળ: ટીએમસીના બાબુલ સુપ્રિયો અને પૂર્વ ડીજીપી રાજીવ કુમાર.
  • હિમાચલ પ્રદેશ: અનુરાગ શર્મા (કોંગ્રેસ).

Rajya Sabha Elections: રાજ્યવાર બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોની યાદી:

રાજ્યબેઠકોમુખ્ય વિજેતાઓ
મહારાષ્ટ્ર7શરદ પવાર, રામદાસ આઠવલે, વિનોદ તાવડે, પાર્થ પવાર વગેરે.
તમિલનાડુ6તિરુચી શિવા (DMK), એમ. થમ્બીદુરાઈ (AIADMK).
પશ્ચિમ બંગાળ5રાહુલ સિંહા (BJP), બાબુલ સુપ્રિયો (TMC), કોયલ મલિક (TMC).
આસામ3જોગેન મોહન (BJP), તેરોસ ગોવાલા (BJP), પ્રમોદ બોરો (UPPL).
તેલંગાણા2અભિષેક મનુ સિંઘવી, વેમ નરેન્દ્ર રેડ્ડી (કોંગ્રેસ).
છત્તીસગઢ2લક્ષ્મી વર્મા (BJP), ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ).
હિમાચલ પ્રદેશ1અનુરાગ શર્મા (કોંગ્રેસ).

બિહાર, ઓડિશા અને હરિયાણામાં ખરાખરીનો જંગ

જ્યારે સાત રાજ્યોમાં ચિત્ર સ્પષ્ટ છે, ત્યારે 3 રાજ્યોની 11 બેઠકો પર હજુ પણ મુકાબલો બાકી છે. આ બેઠકો માટે 16 માર્ચના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • બિહાર (5 બેઠકો): મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નિતિન નવીનના રાજ્યસભા પ્રવેશની પ્રબળ શક્યતા છે.
  • ઓડિશા (4 બેઠકો): અહીં પણ વધારાના ઉમેદવારો મેદાનમાં હોવાથી રસાકસી થશે.
  • હરિયાણા (2 બેઠકો): બે બેઠકો માટે જંગ જામશે.

કુલ 40 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી હવે 14 ઉમેદવારો મેદાનમાં છે. આ 11 બેઠકો પર થનારું મતદાન આગામી સમયમાં સંસદના ઉપલા ગૃહમાં રાજકીય પક્ષોના સમીકરણો નક્કી કરશે.

આ પણ વાંચો :UNSCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: ‘રમઝાનમાં નિર્દોષો પર હુમલા એ પાકિસ્તાનનો અસલી ચહેરો’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે