Home Desh Middle East Crisis Hits Wallets: વૈશ્વિક યુદ્ધની જ્વાળામાં મોંઘવારી ભડકી: પાકિસ્તાનમાં પેટ્રોલ...

Middle East Crisis Hits Wallets: વૈશ્વિક યુદ્ધની જ્વાળામાં મોંઘવારી ભડકી: પાકિસ્તાનમાં પેટ્રોલ ₹336ને પાર, ભારતમાં પણ LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો

0
285
Middle East Crisis Hits Wallets
Middle East Crisis Hits Wallets

Middle East Crisis Hits Wallets: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે રસોડા અને વાહન વ્યવહાર પર પડવા લાગી છે. એક તરફ પાકિસ્તાનમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં તોતિંગ વધારો થયો છે, તો બીજી તરફ ભારતમાં પણ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થયા છે.

Middle East Crisis Hits Wallets: પાકિસ્તાન: પેટ્રોલ-ડીઝલમાં ₹55નો જંગી વધારો

Middle East Crisis Hits Wallets

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 20%નો વધારો ઝીંક્યો છે.

  • નવા ભાવ: પાકિસ્તાનમાં હવે પેટ્રોલ 335.86 રૂપિયા અને ડીઝલ 321.17 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયું છે.
  • કારણ: શાહબાઝ શરીફ સરકારના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘું થતા આ નિર્ણય લેવો પડ્યો છે.
  • સ્થિતિ: ભાવ વધારાના સમાચાર મળતા જ લાહોર અને કરાચી જેવા શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. જમાખોરી રોકવા માટે વડાપ્રધાને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

Middle East Crisis Hits Wallets: ભારત: LPG સિલિન્ડર ₹60 મોંઘો થયો

Middle East Crisis Hits Wallets

ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય બજારની અસરો દેખાવા લાગી છે. કેન્દ્ર સરકારે 7 માર્ચથી ગેસના ભાવમાં વધારો કર્યો છે:

  • ઘરેલું સિલિન્ડર (14.2 kg): દિલ્હીમાં હવે સિલિન્ડર 853 રૂપિયાને બદલે 913 રૂપિયામાં મળશે (60 રૂપિયાનો વધારો).
  • કોમર્શિયલ સિલિન્ડર (19 kg): ભાવમાં 115 રૂપિયાનો વધારો થતા હવે તે 1883 રૂપિયામાં મળશે.
  • સરકારનો આદેશ: ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરી રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા આદેશ આપ્યો છે. હવે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર રસોઈ ગેસ બનાવવા માટે જ કરવામાં આવશે.

ક્રૂડ ઓઈલ $90 ને પાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પાસે ‘બિનશરતી શરણાગતિ’ની માગણી કર્યા બાદ વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં ભડકો થયો છે. ક્રૂડ ઓઈલ (WTI ફ્યુચર્સ) 12.2% ના ઉછાળા સાથે 90.90 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આ વધારાને કારણે આગામી દિવસોમાં વિશ્વભરમાં મોંઘવારી હજુ પણ વધી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો :રામ રહીમને મોટી રાહત: પત્રકાર છત્રપતિ હત્યા કેસમાં હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા, અન્ય 3 આરોપીની આજીવન કેદ યથાવત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે