Brutality in Lockup: દલિત યુવકને ઢસડીને લોકઅપમાં પૂર્યો, એડીવાળા બૂટથી માર્યો; બાંટવાના બે પોલીસકર્મી સામે એટ્રોસિટી હેઠળ ગુનો

0
135
Brutality in Lockup
Brutality in Lockup

Brutality in Lockup: જૂનાગઢ જિલ્લામાં પોલીસ તંત્રની છબી ખરડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાંટવા પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI સહિત બે પોલીસકર્મીઓએ એક અનુસૂચિત જાતિના યુવક પર કરેલા અમાનવીય અત્યાચાર મામલે કોર્ટે લાલ આંખ કરી છે. વંથલીની એડિશનલ સેશન્સ કોર્ટે PSI જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ વાળા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ સમન્સ જારી કરી 4 એપ્રિલ, 2026ના રોજ હાજર થવા આદેશ કર્યો છે.

Brutality in Lockup: શું હતી સમગ્ર ઘટના?

Brutality in Lockup

માણાવદરના ગૌતમ નગરમાં રહેતા અને ભીમ આર્મીના પ્રમુખ ગુણવંતભાઈ મિયાત્રા (ઉં.વ. 56) એક જૂની ઈન્ક્વાયરીના કામકાજ માટે બાંટવા પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં મહિલા PSO દ્વારા સંતોષકારક જવાબ ન મળતા અને સ્થાનિક રાજકીય વગ ધરાવતા લોકોના દબાણને કારણે વિલંબ થતો હોવાનું જણાતા, તેમણે જૂનાગઢ એસપીને રજૂઆત કરી હતી. આ રજૂઆતનો ખાર રાખીને પોલીસકર્મીઓએ તેમને પોલીસ સ્ટેશન બોલાવી આતંક મચાવ્યો હતો.

Brutality in Lockup: અત્યાચારની પરાકાષ્ઠા: લોકઅપમાં પેશાબ નાખવાનું કહ્યું!

Brutality in Lockup

ફરિયાદીના જણાવ્યા અનુસાર, 14 ઓગસ્ટ 2023ના રોજ જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે:

  • જાહેરમાં અપમાન: PSI કછોટ અને પૃથ્વીરાજસિંહે જાતિસૂચક ગાળો આપી, ડોકીના ભાગેથી પકડીને 70 મીટર સુધી ઢસડ્યા હતા.
  • બેરહેમીથી મારપીટ: ચેમ્બરમાં લઈ જઈને પ્લાસ્ટિકની પાઈપ અને લાકડી વડે ઢીકાપાટુનો માર માર્યો હતો.
  • અમાનવીય વર્તન: ફરિયાદીને પગની ઢાંકણી નથી તે જાણતા હોવા છતાં, PSI એ એડીવાળા બૂટ વડે તેમના પગ પર પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં, ભૂખ્યા-તરસ્યા રાખી લોકઅપમાં સતત ચાલવા મજબૂર કર્યા અને ભોજનમાં પેશાબ નાખવા સુધીની ધમકી આપી હતી.

Brutality in Lockup: કોર્ટનું કડક વલણ

નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સલીમ બી. મનસુરીએ આ મામલે તપાસ કરતા નોંધ્યું કે:

  1. પ્રથમ દૃષ્ટિએ આરોપીઓએ જાહેર સ્થળે અપમાનિત કરવાના ઈરાદાથી જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો છે.
  2. મેડિકલ પુરાવા અને સાક્ષીઓના નિવેદન સ્વેચ્છાએ ઈજા પહોંચાડી હોવાનું સાબિત કરે છે.
  3. કોર્ટે આ કેસને ‘એટ્રોસિટી કેસ’ તરીકે રજિસ્ટર કરી આરોપીઓ સામે સમન્સ કાઢવા હુકમ કર્યો છે.

પોલીસ બેડામાં ફફડાટ

આ હુકમ બાદ જૂનાગઢ પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે પોલીસ સામેના કેસોમાં તપાસ લાંબી ચાલતી હોય છે, પરંતુ કોર્ટના સીધા હસ્તક્ષેપ અને કડક આદેશથી પીડિતોમાં ન્યાયની આશા જન્મી છે. જોકે, પુરાવાના અભાવે મહિલા PSO શાંતિબેનને હાલ રાહત મળી છે.

આ પણ વાંચો :સૌરાષ્ટ્રમાં નિર્લિપ્ત ‘રાય’ રાજકોટ રેન્જમાં એન્ટ્રીથી માફિયાઓમાં ફફડાટ, બાહુબલીઓના ગઢમાં હવે કાયદાનું શાસન