PM Modi Diplomatic Surge: મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે પીએમ મોદી એક્શન મોડમાં: 48 કલાકમાં 5 રાષ્ટ્રાધ્યક્ષો સાથે ચર્ચા, UAEથી 4 ફ્લાઈટ્સ ભારત પહોંચી

0
132
PM Modi Diplomatic Surge
PM Modi Diplomatic Surge

PM Modi Diplomatic Surge: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ચોથા દિવસે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ભારત સરકારની સતત દેખરેખ અને રાજદ્વારી પ્રયાસોને કારણે UAEમાં ફસાયેલા ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે.

PM Modi Diplomatic Surge: પીએમ મોદીની ‘ટેલિફોનિક ડિપ્લોમસી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં ખાડી દેશોના પાંચ મુખ્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે સીધી વાતચીત કરી ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરી છે:

  1. બેન્જામિન નેતન્યાહુ (ઇઝરાયલના પીએમ)
  2. શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન (UAEના રાષ્ટ્રપતિ)
  3. મોહમ્મદ બિન સલમાન (સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ)
  4. હમાદ બિન અલ ખલીફા (બહેરીનના કિંગ)
  5. કિંગ અબ્દુલ્લા બિન અલ-હુસૈન (જોર્ડનના કિંગ)

વડાપ્રધાને આ તમામ નેતાઓ સાથે હવાઈ હુમલાઓથી સર્જાયેલી સ્થિતિ અને ત્યાં વસતા લાખો ભારતીયોની સલામતી અંગે ગંભીર ચર્ચા કરી છે.

PM Modi’s Diplomatic Surge: ભારતીયોની ઘરવાપસી: એરલાઇન્સની વિશેષ કામગીરી

PM Modi Diplomatic Surge
  • UAEથી પરત ફર્યા: સોમવારે મોડી રાત્રે UAEથી 4 ફ્લાઈટ્સ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુ પહોંચી હતી.
  • ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ્સ: 3 માર્ચના રોજ ઇન્ડિગો સાઉદી અરેબિયાના જેદ્દાહથી અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદ માટે 10 સ્પેશિયલ રિલીફ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.
  • એર ઇન્ડિયા એક્સપ્રેસ: મસ્કત માટે પોતાની ઉડાન સેવાઓ પુનઃ શરૂ કરી રહી છે.
  • આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ: ઇતિહાદ, અમીરાત અને ફ્લાયદુબઈએ પણ કેટલીક પસંદગીના રૂટ પર સેવાઓ શરૂ કરી દીધી છે.
PM Modi Diplomatic Surge

દેશમાં એલર્ટ અને પ્રદર્શનો

ખામેનીના મૃત્યુ બાદ ભારતમાં કાશ્મીરથી કોચી સુધી શિયા સમુદાય દ્વારા પ્રદર્શનો કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઉશ્કેરણીજનક ભાષણો અને કાયદો-વ્યવસ્થા અંગે એલર્ટ રહેવા સૂચના આપી છે.

આ પણ વાંચો :ઈરાનનો અમેરિકાના 560 સૈનિકોને માર્યાનો દાવો, કુવૈત-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર પ્રચંડ હુમલા