Skies of Jaisalmer Witness History: ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર દ્રૌપદી મુર્મુએ આજે સંરક્ષણ ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. શુક્રવારે સવારે રાજસ્થાનના જેસલમેર એરફોર્સ સ્ટેશનથી તેમણે સ્વદેશી બનાવટના લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ‘પ્રચંડ’ માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ ‘પ્રચંડ’ માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનારા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે.
Skies of Jaisalmer Witness History: સરહદી વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ

રાષ્ટ્રપતિ મુર્મુ સવારે 9:15 વાગ્યે જેસલમેર એરબેઝ પહોંચ્યા હતા, જ્યાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓએ તેમને હેલિકોપ્ટરની ખાસિયતો વિશે વિગતવાર જાણકારી આપી હતી.
- ઉડાનનો સમય: સવારે લગભગ 10:15 વાગ્યે ગ્રુપ કેપ્ટન એન.એસ. બહુઆ સાથે તેમણે કોકપિટમાં બેસીને આકાશને આંબ્યું હતું.
- નિરીક્ષણ: ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
- અગાઉના રેકોર્ડ: ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ મુર્મુ આ પહેલા ફાઈટર પ્લેન સુખોઈ અને રાફેલ માં પણ ઉડાન ભરી ચૂક્યા છે.
Skies of Jaisalmer Witness History: આજે સાંજે પોખરણમાં ‘વાયુ શક્તિ-2026′ નો જંગ

પાકિસ્તાન સરહદ નજીક પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આજે ભારતીય વાયુસેનાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ ‘વાયુ શક્તિ-2026′ યોજાવા જઈ રહ્યો છે.
- શૌર્ય પ્રદર્શન: સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ આ કાર્યક્રમના સાક્ષી બનશે, જેમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન્સ પોતાની મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કુશળતા દુનિયાને બતાવશે.
- મહાનુભાવોની હાજરી: આ ભવ્ય કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત સેનાના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કેમ ખાસ છે ‘પ્રચંડ’ હેલિકોપ્ટર?

‘પ્રચંડ’ એ ભારતનું પ્રથમ સ્વદેશી મલ્ટી-રોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે, જે ઉંચાઈવાળા વિસ્તારોમાં (High Altitude) દુશ્મનો પર હુમલો કરવામાં અત્યંત સક્ષમ છે. રાષ્ટ્રપતિની આ ઉડાન ‘આત્મનિર્ભર ભારત’ અને દેશની સૈન્ય તાકાતનો મજબૂત સંદેશ આપે છે.
આ પણ વાંચો :અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર મોટો હુમલો, 55 સૈનિકોનાં મોતનો દાવો; સામસામી એરસ્ટ્રાઈકથી યુદ્ધ જેવી સ્થિતિ




