Home Desh Rinku Singh:વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર આભ ફાટ્યું: પિતા ખાનચંદ સિંહનું...

Rinku Singh:વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર આભ ફાટ્યું: પિતા ખાનચંદ સિંહનું લિવર કેન્સરથી નિધન;

0
233
Rinku Singh
Rinku Singh

Rinku Singh:ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર અને વિસ્ફોટક ફિનિશર રિંકુ સિંહના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. T20 વર્લ્ડ કપની મહત્વની મેચો વચ્ચે રિંકુના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે વહેલી સવારે 4:36 વાગ્યે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ચોથા સ્ટેજની ગંભીર બીમારી ‘લિવર કેન્સર’ સામે લડી રહ્યા હતા.

Rinku Singh:વેન્ટિલેટર પર હતા પિતા, રિંકુ ટીમ છોડીને દોડી આવ્યા હતા

Rinku Singh

ખાનચંદ સિંહની તબિયત વધુ લથડતા તેમને ગ્રેટર નોઈડાની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પિતાની ગંભીર હાલતના સમાચાર મળતા જ રિંકુ સિંહ મંગળવારે ચેન્નઈમાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન છોડીને તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. જોકે, પિતાની તબિયત થોડી સ્થિર જણાતા તેઓ 25 ફેબ્રુઆરીએ ફરી ટીમ સાથે જોડાયા હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું.

Rinku Singh:સંઘર્ષની ગાથા: સિલિન્ડર ડિલિવરીથી સ્ટેડિયમ સુધીની સફર

રિંકુ સિંહની સફળતા પાછળ તેમના પિતાનો મોટો ફાળો રહ્યો છે, ભલે શરૂઆતમાં પિતાને રિંકુનું રમવું પસંદ નહોતું.

  • ગરીબીમાં વીત્યું બાળપણ: રિંકુના પિતા ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. રિંકુ અને તેના પાંચ ભાઈઓ પણ બાઇક પર સિલિન્ડર લાદીને હોટલો અને ઘરોમાં પહોંચાડવા જતા હતા.
  • માતાનો સાથ: જ્યારે પિતા ક્રિકેટ રમવાની ના પાડતા, ત્યારે માતાએ દુકાનમાંથી 1000 રૂપિયા ઉધાર લઈને રિંકુને ટુર્નામેન્ટ રમવા મોકલ્યો હતો.
  • સરકારી સ્ટેડિયમથી સફર: ક્લબ ક્રિકેટના પૈસા ન હોવાથી રિંકુ સરકારી સ્ટેડિયમમાં કાર્ડ બનાવી પ્રેક્ટિસ કરતો હતો.

વર્લ્ડ કપમાં રિંકુનું નબળું ફોર્મ, માનસિક તણાવ કારણભૂત?

ચાલુ T20 વર્લ્ડ કપ રિંકુ માટે બેટિંગની દૃષ્ટિએ કપરો સાબિત થઈ રહ્યો છે. કદાચ પિતાની માંદગીની ચિંતા તેના પ્રદર્શન પર પણ જોવા મળી રહી છે:

  • વર્લ્ડ કપ સ્કોર: 5 મેચમાં માત્ર 24 રન. (સ્કોર: 6, 1, 11, 6, 0).
  • દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં રિંકુ શૂન્ય રને આઉટ થયો હતો.
  • 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામેની સુપર-8 મેચમાં તે પ્લેઈંગ ઈલેવનમાં નહોતો, પરંતુ સબસ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાન પર ઉતરીને પોતાની ફરજ બજાવી હતી.

આ પણ વાંચો :અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર મોટો હુમલો, 55 સૈનિકોનાં મોતનો દાવો; સામસામી એરસ્ટ્રાઈકથી યુદ્ધ જેવી સ્થિતિ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે