Home State Gujarat Mass Suicide in Surat: સુરતમાં આર્થિક ત્રાસથી સામૂહિક આપઘાત: વેસુમાં પતિ-પત્ની અને...

Mass Suicide in Surat: સુરતમાં આર્થિક ત્રાસથી સામૂહિક આપઘાત: વેસુમાં પતિ-પત્ની અને માસૂમ દીકરીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, બીજી દીકરીનો બચાવ

0
293
Suicide in Surat

Mass Suicide in Surat: સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આર્થિક ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળીને એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે.

Mass Suicide in Surat: ત્રણ પાનાંની સુસાઇડ નોટમાં ખુલ્યું મોતનું રહસ્ય

Mass Suicide in Surat

મૂળ બિહારના વતની અને છેલ્લા બે વર્ષથી ઘરે બેસીને શેરબજારનું કામ કરતા બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાની પત્ની અને બે પુત્રીઓ સાથે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાંની સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વૈભવ રુંગટા નામના શખસના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Mass Suicide in Surat: રૂપિયા, ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા

સુસાઇડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી વૈભવ રુંગટાએ મૃતક બાલમુકુન્દની ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ પડાવી લીધા હતા. આરોપીએ ક્રેડિટ કાર્ડ દ્વારા બેફામ શોપિંગ કરીને બાલમુકુન્દ પર આર્થિક બોજ વધાર્યો હતો. સતત મળતી ધમકીઓ અને ત્રાસથી કંટાળીને આખા પરિવારે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Mass Suicide in Surat: એક માસૂમ દીકરીનો ચમત્કારિક બચાવ

આ દુર્ઘટનામાં:

  • બાલમુકુન્દ (પતિ), તેમની પત્ની અને એક દીકરીનું સારવાર દરમિયાન મોત થયું છે.
  • સદનસીબે, પરિવારની બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
Mass Suicide in Surat

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ વેસુ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, સુસાઇડ નોટના આધારે આરોપી વૈભવ રુંગટા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી અને મૃતક વચ્ચે પૈસાની લેવડદેવડ કયા પ્રકારની હતી અને કેટલા સમયથી આ ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો :કાળ બનીને આવી રફતાર: વડોદરામાં પેટ્રોલ પંપના મશીન સાથે બાઈક અથડાતા 19 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે