Home State Gujarat Mehsana news : મહેસાણામાં અકસ્માત નહીં પણ ખોફનાક આત્મહત્યા! CCTVમાં કેદ થઈ...

Mehsana news : મહેસાણામાં અકસ્માત નહીં પણ ખોફનાક આત્મહત્યા! CCTVમાં કેદ થઈ યુવકની અંતિમ પળ, ચાલતા ટ્રેલર નીચે સૂઈ ગયો

0
366
Mehsana news

Mehsana news : રાધનપુર ચોકડી પર ગત બુધવારે રાત્રે બનેલી એક કમકમાટીભરી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. શરૂઆતમાં જે ઘટનાને હિટ એન્ડ રનનો અકસ્માત માનવામાં આવતો હતો, તે ખરેખર એક આયોજિત આત્મહત્યા હોવાનું સીસીટીવી (CCTV) ફૂટેજમાં બહાર આવ્યું છે. ઉત્તર પ્રદેશના યુવકે ચાલતા ટ્રેલરના ટાયર નીચે પડતું મૂકીને જીવ આપી દીધો હતો.

Mehsana news : CCTV ફૂટેજ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

Mehsana news

મહેસાણા બી ડિવિઝન પોલીસે જ્યારે ઘટનાસ્થળના સીસીટીવી તપાસ્યા ત્યારે સત્ય સામે આવ્યું. ફૂટેજમાં જોવા મળે છે કે:

  • યુવક રાત્રિના સમયે રોડની વચ્ચોવચ બિન્ધાસ્ત ચાલી રહ્યો હતો.
  • જેવું એક ભારેભરખમ ટ્રેલર તેની નજીક આવ્યું, યુવકે જરા પણ ખચકાયા વગર સીધું જ તેના પાછળના ટાયર નીચે પડતું મૂક્યું.
  • ટ્રેલરનું ટાયર શરીર પર ફરી વળતા અને અંદાજે 5 ફૂટ જેટલા ઢસડાવાને કારણે યુવકના કમરના ભાગનો છૂંદો થઈ ગયો હતો.

Mehsana news : કોણ હતો આ યુવક?

મૃતક યુવકની ઓળખ સત્યપાલ બાબુરામ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાનો વતની હતો. તે ઘરેથી કામધંધાની શોધમાં નીકળ્યો હોવાનું તેના પરિવારે જણાવ્યું છે. સત્યપાલના મોતના સમાચાર મળતા જ પરિવાર મહેસાણા દોડી આવ્યો હતો, પરંતુ યુવકે આટલું મોટું અને ખોફનાક પગલું કેમ ભર્યું તે હજુ સુધી રહસ્ય જ છે.

અકસ્માતની થિયરી નકામી સાબિત થઈ

Mehsana news

શરૂઆતમાં પોલીસ અને સ્થાનિકોને એમ લાગ્યું હતું કે ટ્રેલર ચાલકની ભૂલને કારણે અકસ્માત થયો છે. જોકે, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક સામે ચાલીને ટાયરમાં જતો રહ્યો હતો. આ પુરાવાને આધારે પોલીસે હવે આ કેસને અકસ્માતને બદલે આત્મહત્યા તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કુદરતનો ટ્રિપલ મિજાજ: આજે 6 જિલ્લામાં ‘યલો એલર્ટ’, કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ અધ્ધર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે